સપ્તાહના અંતિમ કારોબારી સત્રના દિવસે ઘરેલૂ બજારમાં ઘટાડાની સાથે થતી જોવામાં આવી રહી છે. શરૂઆતી કારોબારમાં સેન્સેક્સ 41,480.47 સુધી લપસ્યા જ્યારે નિફ્ટીએ 12,234.15 સુધી ગોથા લગાવ્યા. સેન્સેક્સ અને નિફ્ટીમાં 0.3 ટકાની નબળાઈ જોવામાં આવી રહી છે.
મિડકેપ અને સ્મૉલકેપ શેરોમાં વેચવાલીનું દબાણ જોવામાં આવી રહ્યુ છે. બીએસઈના મિડકેપ ઈન્ડેક્સ 0.11 ટકાની નબળાઈ દેખાય રહી છે, જ્યારે નિફ્ટીના મિડકેપ 100 ઈન્ડેક્સમાં 0.28 ટકાનો ઘટાડો દર્જ કરવામાં આવી રહ્યો છે. બીએસઈના સ્મૉલકેપ ઈન્ડેક્સ 0.10 ટકા ઘટીને કારોબાર થઈ રહ્યો છે.
હાલમાં બીએસઈના 30 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ સેન્સેક્સ 100.66 અંક એટલે કે 0.24 ટકાના ઘટાડાની સાથે 41525.98 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે. જ્યારે એનએસઈના 50 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ નિફ્ટી 33.80 અંક એટલે કે 0.28 ટકા ઘટીને 12248.40 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે.
બેન્કિંગ, મેટલ, રિયલ્ટી, પીએસયુ બેન્ક, ઑટો, એફએમસીજી અને ફાઈનાન્સ સર્વિસિઝ શેરોમાં 0.71-0.08 ટકા વેચવાલી જોવાને મળી રહી છે. બેન્ક નિફ્ટી 0.63 ટકા ઘટાડાની સાથે 32240.60 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે. જ્યારે આઈટી શેરોમાં મજબૂતી દેખાય રહી છે.
દિગ્ગજ શેરોમાં ઝિ એન્ટરટેનમેન્ટ, એશિયન પેંટ્સ, જેએસડબ્લ્યુ સ્ટીલ, આઈશર મોટર્સ, હિંડાલ્કો, વેદાંતા અને ટાટા મોટર્સ 0.95-2.02 ટકા સુધી ઘટ્યા છે. જો કે દિગ્ગજ શેરોમાં ઓએનજીસી, ગેલ, ટીસીએસ, હિરોમોટોકૉર્પ, ઈન્ફોસિસ અને ટેક મહિન્દ્રા 0.24-3.75 ટકા સુધી વધ્યા છે.
મિડકેપ શેરોમાં પીએનબી હાઉસિંગ ફાઈનાન્સ, ન્યુ ઈન્ડિયા એસ્યોરન્સ, ગ્લેનમાર્ક ફાર્મા, ક્રિસિલ અને આરબીએલ બેન્ક 1.98-1.31 ટકા સુધી લપસ્યા છે. જો કે મિડકેપ શેરોમાં સ્ટરલાઇટ ટેક્નો, શ્રીરામ સિટી, ફ્યુચર કંઝ્યુમર, એડલાવઇઝ અને ઓઇલ ઈન્ડિયા 5.23-2.91 ટકા સુધી ઉછળા છે.
સ્મૉલકેપ શેરોમાં ડિશમેન કાર્બોજ, જેનરિક એન્જિનયર્સ, ડેન નેટવર્ક્સ, શિવાલિક બિમેટા અને ગોકલદાસ એક્સપોર્ટ્સ 7.69-3.73 ટકા સુધી તૂટ્યા છે. જો કે સ્મૉલકેપ શેરોમાં ઝુઆરી ગ્લોબલ, શારદા કૉર્પ, સેલન એક્સપ્લોર, લવેબલ લિનજરી અને શંકરા બિલ્ડકૉન 15.04-6.45 ટકા સુધી મજબૂત થયા છે.