મારુતિ સુઝુકી ઈન્ડિયા લિમેટેડમાં ચેરમેન આરસી ભાર્ગવે મંગળવારે કહ્યું કે કંપની 3000 કોન્ટ્રાક્ટ કર્મચારીઓનો કોન્ટ્રાક્ટ રિન્યૂ નથી કર્યો. આ નિર્ણય એવા સમયે લેવામાં આવ્યો છે જ્યારે ઓટો ઈન્ડસ્ટ્રીમાં ભારે મંદી જોવા મળી રહી છે.
કંપનીની વાર્ષિક સામાન્ય બેઠકમાં ભાર્ગવે શેરહોલ્ડર્સને જણાવ્યું કે, ‘કારની કિંમતોમાં સુરક્ષા માપદંડ અને ભારે ટેક્સનો વધારો કરવામાં આવ્યો છે, જે ગ્રાહકની ખરીદક્ષમતાને પ્રભાવીત કરી રહ્યું છે.’
CNG કારમાં 50 ટકા સુધી વધારો કરાશે
શનિવારે એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું હતું કે જુલાઈમાં 9 મહિનાથી સતત ઓટો સેલ્સમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. અનેક વાહન નિર્માતા કિંમતોને સ્થિર બનાવવા માટે કર્મચારીઓની છંટણી કરી રહ્યા છે અથવા ઉત્પાદન અસ્થાયી રૂપે રોકી રહ્યા છે.
સુઝુકી સરકારની ઈલેક્ટ્રિક વ્હીકલ યોજના પર પણ કામ કરી રહી છે. ભાર્ગવે જણાવ્યું કે આ વર્ષે મારુતિ સીએનજી કારની સંખ્યામાં 50 ટકાનો વધારો કરી રહી છે.