મવાના શુંગારુએ મિલે 2019-20 સીઝનની સંપૂર્ણ ચુકવણી ખેડૂતોને કરી દીધી

મવાના શુગર મિલે ખેડૂતોને નાણાં ચૂકવવાનું શરુ કર્યું છે. 2019-2020 ના પીલાણ સત્રમાં 20 મેં થી 2020ના 25 મેં સુધી ખરીદેલી શેરડી પેટેના 14.20 કરોડની રકમ સમ્ભધિત મંડળીને ચૂકવી દીધી છે. મિલ દ્વારા 2019-20 સીઝનના ક્રશિંગ સીઝનના 656 કરોડ રૂપિયાની શેરડીનું પેમેન્ટ કરી દીધું છે.

શુગર મિલના મુખ્ય અધિકારી પ્રમોદ બલિયાને જણાવ્યું હતું કે 2020-21ની ક્રશિંગ સીઝનમાં પણ શેરડીનું મૂલ્ય ટૂંક સમયમાં શેરડીના ખેડૂતોને ચૂકવી દેવાનું પ્રારંભ કરવામાં આવશે. 2020-21 સીઝનના 31 ડિસેમ્બર સુધી મિલ દ્વારા 64.64 લાખ કવીન્ટલ શેરડીનું પીલાણ કરી નાંખવામાં આવ્યું છે.અને રિકવરી પણ 10.61 % આવી રહી છે.આ બાજુ સહકારી સમિતિના વિશેષ સચિવ પ્રદીપ શર્માએ જણાવ્યું હતું કે 3 જાન્યુઆરી સુધીમાં ગત સીઝનનું તમામ પેમેન્ટ ચૂકવી દેવામાં આવશે અને ખેડૂતોના ખાતામાં જમા કરી દેવામાં આવશે.

પ્રમોદ બલિયાને ખેડૂતોને આગ્રહ કર્યો છે કે એસએમએસ મળ્યા પછી શેરડીની કાપણી કરે અને મિલને પાંદડા વગરની શેરડી પ્રદાન કરે. તેમને ખેડૂતોને કોરોના ના કહેરથી બચવા માટે પણ મોઢા પર માસ્ક પહેરવા અને હેન્ડ સેનિટાઇઝરનો ઉપયોગ કરવાની સૂચના પણ આપી હતી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here