પાકિસ્તાનના મીડિયા અહેવાલો અનુસાર, મુહર્રમના દિવસ પર પાકિસ્તાનના મોટા શહેરોમાં દૂધની કિંમત નિયંત્રણ બહાર થઈ ગઈ હતી. કરાચી અને સિંધ પ્રાંતમાં દૂધનો ભાવ પ્રતિ લીટર રૂ .140 પર પહોંચી ગયા હતા.
રસપ્રદ વાત એ છે કે, પાકિસ્તાનમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ દૂધ કરતા ઓછા છે. પેટ્રોલ 113 રૂપિયા પ્રતિ લિટર વેચાઇ રહ્યું છે,જ્યારે ડીઝલ 91 રૂપિયા પ્રતિ લિટર પાકિસ્તાનમાં બે દિવસ પહેલા જ વેચાયું હતું.
અહીં એવા અહેવાલો પણ આવ્યા છે કે સિંધના કેટલાક ભાગોમાં દૂધ 140 રૂપિયા પ્રતિ લીટર સુધી વેચાય છે.
એક દુકાનદારે જણાવ્યું કે, માંગમાં તીવ્ર વધારો થવાને કારણે કરાચી શહેરમાં દૂધ રૂ.120 થી 140 ની વચ્ચે વેચાઇ રહ્યું છે.
મોહર્રમ દરમિયાન, પવિત્ર મહિનાની જુલુસમાં ભાગ લેનારાઓને દૂધ, રસ અને ઠંડુ પાણી અર્પણ કરવા માટે શહેરના જુદા જુદા ભાગોમાં સાબીલ્સ (સ્ટોલ) ગોઠવવામાં આવે છે. આ માટે દૂધની ભારે માંગ છે. માંગમાં વધારો થવાને કારણે દૂધના ભાવમાં વધારો થયો છે.
“અમે દર વર્ષે દૂધ સબિલની સ્થાપના કરીએ છીએ અને દૂધના ભાવમાં વધારાને લીધે આ વર્ષે ફક્ત તેને છોડવાની ઇચ્છા નહોતી,” સાબીલ સ્થાપનારા એક રહેવાસીએ ઉમેર્યું હતું કે, તેમના જીવનકાળમાં તેણે આટલી કિંમતમાં વધારો ક્યારેય જોયો નથી.
અહેવાલો અનુસાર, કરાચીના કમિશનર ઈફ્તિખાર શાલવાણી, કે જે દૂધના ભાવને નિયંત્રણમાં રાખવા માટે જવાબદાર છે, તેમણે અતિરેક દર અંગે કંઇ કર્યું નથી.
વ્યંગની વાત તો એ છે કે કમિશનર કચેરીએ નક્કી કરેલા દૂધનો સત્તાવાર ભાવ હજી પણ પ્રતિ લીટર રૂ.. 94 છે.