જુન મહિનાથી ભારતમાં પડેલા સૌથી ભારે વરસાદમાં 1600થી વધુ લોકોનાં મોત થયાં છે,એમ સત્તાવાર માહિતી અનુસાર મંગળવારે સત્તાવાળાઓએ જાહેરાત કરી હતી.ઉત્તરના બે રાજ્યો સહીત અનેક રાજ્યોમાં પૂરનો સામનો કર્યો હતો અને અનેક શહેરોમાં પાણી ભરાયા હતા.
સામાન્ય રીતે જૂન અને સપ્ટેમ્બરની વચ્ચે રહેતું ચોમાસું 50 વર્ષના સરેરાશ કરતા 10% વધુ વરસાદ વરસાવી ચૂક્યું છે, અને સામાન્ય કરતાં એક મહિનો મોડું ચોમાસુ વિદાય લેશે અને તેને કારણે ઓક્ટોબરની શરૂઆતમાં પણ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે.
બે અધિકારીઓએ જણાવ્યું હતું કે, વિસ્તૃત વરસાદના કારણે વિનાશ સર્જાયો છે અને ઉત્તર પ્રદેશ અને બિહાર રાજ્યોમાં ભારે ધોધમાર વરસાદની તીવ્ર અસર પડી હતી, જેમાં છેલ્લા શુક્રવારથી 144 લોકોનાં મોત નીપજ્યાં હતાં, એમ બે અધિકારીઓએ જણાવ્યું હતું.
પટના,બિહારની નદીકાંઠાની રાજધાની શહેર,જેમાં આશરે 20 મિલિયન લોકો વસે છે,ત્યાં રહેવાસીઓએ જણાવ્યું હતું કે તેઓ ખોરાક અને દૂધ જેવી જરૂરી ચીજ વસ્તુઓ ખરીદવા માટે કમરથી ઊંડા પાણીથી વહી રહ્યા છે.
પટનાના આશીયાણા પડોશમાં રહેતા 65 વર્ષીય રણજીવ કુમારે જણાવ્યું હતું કે આખો વિસ્તાર પાણીથી ફસાયેલો છે.
તેમણે કહ્યું કે, સરકાર કોઈ બચાવ કરી રહી નથી અને અહીં સ્થિતિ ખૂબ ગંભીર છે.
સોમવારે રાહત કાર્યકરોએ બિહારના નાયબ મુખ્ય પ્રધાન સુશીલ મોદીને પટના સ્થિત તેમના ઘરેથી બચાવ્યા.વિડિઓ ફૂટેજમાં તે શોર્ટ્સમાં પહેરેલા અને ટી-શર્ટમાં હતા. જ્યારે તેને તેના પરિવારના સભ્યો સાથે બહાર લાવામાં આવ્યા હતા
શહેરના બોરિંગ રોડ વિસ્તારમાં રહેતા સાકેતકુમાર સિંહે જણાવ્યું હતું કે તે ચાર દિવસથી ઘરની અંદર બે ફૂટ પાણી ભરેલા માં રહ્યા છે. સિંહે કહ્યું કે, ત્યાં વીજળી નહોતી અને પૈસા હોવા છતાં હું લાચાર હતો.
પડોશી રાજ્ય,ભારતના સૌથી વધુ વસ્તી ધરાવતાં રાજ્ય, ઉત્તરપ્રદેશમાં,ભારે વરસાદથી 800 થી વધુ ઘરો નીચે આવી ગયા છે અને ખેતીની જમીન તળિયા ડૂબી ગઈ છે.ફેડરલ ગૃહ મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા આંકડા દર્શાવે છે કે 29 સપ્ટેમ્બર, સુધી આ વર્ષે પૂર અને ભારે વરસાદને કારણે 1,673 લોકોનાં મોત નીપજ્યાં છે.
અધિકારીઓએ જણાવ્યું હતું કે આમાં ઘણી જાનહાનિ દિવાલ અને મકાન ધરાશાયી થવાને કારણે થઈ છે, જેમાં ઉત્તર પ્રદેશ અને મહારાષ્ટ્રનો સમાવેશ થાય છે.
ઉત્તરપ્રદેશના આપત્તિ રાહત વિભાગના પૂર નિષ્ણાંત ચંદ્રકાંત શર્માએ કહ્યું હતું કે, “ભારે વરસાદ દરમિયાન જૂની અથવા નબળા માળખાં તૂટી પડવાનો ભય વધે છે, જેમ કે આ વખતે જે બન્યું હતું.”