COVID-19 રોગચાળાના વિનાશક બીજા વેવ વચ્ચે, ભારતે છેલ્લા 24 કલાકમાં 3.52 લાખ નવા કોરોનાવાયરસ કેસ નોંધાવ્યા છે. રોગચાળાની શરૂઆત પછીથી નોંધાયેલું આ સૌથી વધુ સિંગલ-ડે સ્પાઇક છે.
સોમવારે સવારે આરોગ્ય મંત્રાલયના અપડેટ મુજબ છેલ્લા 24 કલાકમાં કુલ 3,52,991 નવા કોવિડ -19 કેસ, 2,812 સંબંધિત મૃત્યુ અને 2,19,272 સાજા દર્દીનીસંખ્યા જાહેર કરી છે, જયારે કુલ સક્રિય કેસ 28,13,658 પર પહોંચી ગયા છે. હકારાત્મક કેસની કુલ ગણતરી હવે 1,73,13,163 છે, જેમાં 1,95,123 મૃત્યુ અને 1,43,04,382 રિકવરીનો સમાવેશ થાય છે.
ભારતમાં 7 ઓગસ્ટના રોજ 20 લાખ કોરોના કેસ નોંધાય હતા.ત્યારબાદ 23 ઓગસ્ટના રોજ 30 લાખ અને 5 સ્પટેમ્બરના રોજ 40 લાખ કેસ નોંધાયા બાદ 16 ડિસેમ્બરના રોજ 50 લખે કેસ પહોંચ્યા હતા.28 સપ્ટેમ્બરના રોજ 60 લાખ અને 11 ઓક્ટોબરના રોજ 70 લાખ કેસ સામે આવ્યા હતા 29 ઓક્ટોબરના રોજ 80 લાખ અને 20 નવેમ્બરના રોજ 90 લાખ કેસ થઇ ગયા હતા અને 19 ડિસેમ્બરના રોજ ભારતમાં કેસની સંખ્યા 1 કરોડને આંબી હતી
ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (આઈસીએમઆર) એ માહિતી આપતાં જણાવ્યું છે કે 25 એપ્રિલ સુધીમાં COVID-19 માટે 27,93,21,177 જેટલા નમૂનાઓનું પરીક્ષણ કરવામાં આવ્યું છે. આમાંથી રવિવારે 14,02,367 નમૂનાઓનું પરીક્ષણ કરાયું હતું.
COVID-19 રસી દ્વારા સંચાલિત કુલ ડોઝ 14,19,11,223 છે.