દિલ્હી અને ઉત્તર પ્રદેશમાં આવાં જવાન પર પોલીસ હજુ સખ્ત બની છે. જ્યાં સુધી વેલીડ પાસ નહિ હોઈ ત્યાં સુધી પોલીસ વાહનની આવાં જવા પર કડક વલણ ચાલુ રાખશે
દિલ્હી-ઉત્તર પ્રદેશ બોર્ડર પર તૈનાત પોલીસ લોકોની અવર-જવર પર કડક દેખરેખ રાખી રહી છે. ટ્રાફિક કોન્સ્ટેબલ ક્રિષ્ણપાલસિંહે જણાવ્યું હતું કે અમને લોકોને પાસ વગર સીમા પાર ન થવા દેવા કહેવામાં આવ્યું છે. અમે કડક નજર રાખી રહ્યા છીએ. એએનઆઈ સાથે વાત કરતા દુકાનદાર ગણેશે જણાવ્યું કે, “હું નોઈડામાં એક દુકાન ચલાવુ છું અને દિલ્હીથી મારા ઉત્પાદનો ખરીદું છું. હું તેઓને મારી બાઇક પર લઇ જતો હતો પરંતુ પોલીસ જવાન મને હવે ઉત્તરપ્રદેશમાં પ્રવેશવા દેતા નથી.”
લોકડાઉન કે જે પહેલા 24 માર્ચે લાદવામાં આવ્યું હતું, તે હવે કેન્દ્ર સરકાર દ્વારા 31 મે સુધી લંબાવવામાં આવ્યું છે.