માઇક્રો, સ્મોલ એન્ડ મીડિયમ એન્ટરપ્રાઇઝ (MSME)એ દેશમાં 11 કરોડ રોજગારી પેદા કરી છે અને સરકાર 2024 સુધીમાં આ ક્ષેત્રમાં પાંચ કરોડ નવી રોજગારીનું સર્જન કરવાનું વિચારે છે. કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરીએ રાજ્યસભામાં આ વાત કહી હતી. ગડકરીએ કહ્યું કે દેશના વિકાસ મામલે MSME કેન્દ્રિય મુદ્દો છે. હાલ MSMEનું દેશના વિકાસમાં 29 ટકા અને નિકાસમાં 49 ટકા યોગદાન છે. હજુ સુધી MSMEએ 11 કરોડ લોકોને રોજગારી આપી છે.
ગડકરીએ કહ્યું કે, આ પાંચ વર્ષ (2019-24)માં અમે કેટલાક કાર્યક્રમો શરૂ કર્યા છે.આ અંતર્ગત અમે રોજગારની પાંચ કરોડ તકો ઉભી કરવા માંગીએ છીએ. દેશની નિકાસ અને વિકાસમાં MSME ક્ષેત્રના યોગદાનને 50 ટકા સુધી વધારવાનો લક્ષ્યાંક પણ છે.
ગડકરીએ જણાવ્યું કે, તેમના મંત્રાલયે અનેક ટેકનોલોજી કેન્દ્રો સ્થાપ્યા છે, જે પ્રોસીજન ટૂલિંગ, તાલીમ અને કન્સલ્ટન્સી દ્વારા ભારતીય ઉદ્યોગ માટે સેવા આપી રહ્યા છે. આવા 12 ટેકનોલોજી કેન્દ્રો સ્થાપવા માટે 200 કરોડની યોજનાને મંજૂરી આપવામાં આવી છે. આ કેન્દ્રોની સ્થાપના આગામી બે વર્ષમાં પૂર્ણ થવાની સંભાવના છે.