મુકેશ અંબાણી ફરી બન્યા ભારતના સૌથી ધનાઢ્ય વ્યક્તિ:પ્રથમ પાંચ ધનાઢ્ય ઉદ્યોગપતિઓમાં ચાર ગુજરાતીઓ

ફોર્બ્સ મેગેઝીનની સૌથી અમીર ભારતીયોની સૂચિમાં મુકેશ અંબાણી સતત 12માં વર્ષે પહેલા ક્રમે છે.જ્યારે ગૌતમ અદાણી આઠમા ક્રમેથી છલાંગ સાથે બીજા સૌથી અમીર ભારતીય બન્યા છે.ખાસ વાત એ છે કે આ સૂચિમાં સામેલ સૌથી પાંચ અમીર ભારતીયોમાં ચાર ગુજરાતી છે. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડના ચેરમેન મુકેશ અંબાણીની કુલ સંપત્તિ 51.4 અબજ ડોલર(3.5 લાખ કરોડ રૂપિયા)છે, જ્યારે ગૌતમ અદાણીની કુલ સંપત્તિ 1507 અબજ ડોલર (1.10 લાખ કરોડ રૂપિયા) છે.

ચાર ગુજરાતીઓની કુલ સંપત્તિ 7 લાખ કરોડ રૂપિયા
100 સૌથી અમીર ભારતીયોની સૂચિમાં ટોચના ચાર ગુજરાતીઓની કુલ સંપત્તિ 96.9 અબજ ડોલર (7 લાખ કરોડ રૂપિયા) છે.મુકેશ અંબાણીના પિતા ગુજરાતના ચોરવાડના રહીશ હતાં જેમણે રિફાઈનરીથી લઈને ટેલિકોમ સુધીનો બિઝનેસ ઊભો કર્યો.મુકેશ અંબાણીએ જીયો દ્વારા ટેલિકોમ બિઝનેસ ક્ષેત્રે ડગ માંડ્યા બાદ પોતાની સંપત્તિમાં 28,000 કરોડ રૂપિયાનો વધારો કર્યો છે. જીયોના 34 કરોડ ગ્રાહકો છે.

ઊદ્યોગપતિઓ અને તેમની સંપત્તિ

ઊદ્યોગપતિનું નામ         સૂચિમાં સ્થાન             કુલ સંપત્તિ
મુકેશ અંબાણી                1 3.5            લાખ કરોડ રૂપિયા
ગૌતમ અદાણી                2 1.10          લાખ કરોડ રૂપિયા
પાલોનજી મિસ્ત્રી              4 1.05           લાખ કરોડ રૂપિયા
ઉદય કોટક                    5 1.02          લાખ કરોડ રૂપિયા

અમદાવાદથી પોતાના કારોબારનું સામ્રાજ્ય ચલાવનારા ગૌતમ અદાણીએ આ વર્ષે સૂચિમાં આઠ ક્રમની છલાંગ લગાવી છે.તેમની સંપત્તિમાં આ વધારો એરપોર્ટ તથા ડેટા સેન્ટર્સ જેવા નવા ક્ષેત્રોમાં ડગ માંડ્યા બાદ થઈ છે.

જયારે ટાટા સન્સથી પૈસા ઊભા કરી રહ્યાં છે પાલોનજી મિસ્ત્રી કે જેઓ ગુજરાતના જ નિવાસી અને શાપૂરજી ગ્રુપના પાલોનજી મિસ્ત્રી 15 અબજ ડોલર (1.05 લાખ કરોડ રૂપિયા)ની કુલ સંપત્તિની સાથે સૂચિમાં ચોથા સ્થાને છે. મિસ્ત્રી ભલે 2003માં આયરલેન્ડમાં વસી ગયા હોય પરંતુ તેમના મૂળિયા ગુજરાત સાથે જોડાયેલા છે.તેમને સૌથી વધુ આવક ટાટા સન્સની ભાગીદારીમાંથી થાય છે. જે ટાટા ગ્રુપના ઉદ્યોગોનું નિયંત્રણ કરે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here