રાષ્ટ્રપતિ ભવનમાં સાંજે 7 કલાકે નરેન્દ્ર દામોદરદાસ મોદીએ બીજીવાર વડાપ્રધાન પદના શપથ લીધા. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે તેમને પદ અને ગોપનિયતાના શપથ લેવડાવ્યાં. વડાપ્રધાન નરેન્દ્ર મોદી બાદ રાજનાથ સિંહે પદ અને ગોપનીયતાના શપથ લીધા. તેઓ મોદી મંત્રીમંડળમાં બીજા નંબરે રહેશે.
ત્રીજા નંબરે ભાજપ અધ્યક્ષ અમિત શાહે પદ અને ગોપનીયતાના શપથ લીધા. ચોથા નંબર પર નાગપુરથી સાંસદ તરીકે ચૂંટાઈ આવેલા નીતિન ગડકરીએ શપથ લીધા. નીતિન ગડકરી બાદ કર્ણાટકના વરિષ્ઠ નેતા સદાનંદ ગૌડાએ કેબિનેટ મંત્રીપદના શપથ લીધા. ગત મંત્રીમંડળમાં વિદેશ મંત્રી તરીકે કાર્યભાર સંભાળી ચૂકેલા સુષમા સ્વરાજ આ વખતે મંત્રીમંડળની હરોળમાં ન બેસતા મહેમાનગણમાં જોવા મળ્યાં.
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ નવી ચૂંટાયેલી સરકારના મંત્રીઓને શપથ લેવડાવી રહ્યાં છે. નરેન્દ્ર મોદીએ બીજીવાર વડાપ્રધાન પદના શપથ લીધા. આ ઉપરાંત રાજનાથ સિંહ, અમિત શાહ, નીતિન ગડકરી, સદાનંદ ગૌડા, નિર્મલા સીતારમન, રામવિલાસ પાસવાન, નરેનસિંહ તોમર, રવિશંકર પ્રસાદ, શ્રીમતિ હરસિમરત કૌર બાદલ, થાવરચંદ ગહેલોત, સુબ્રમણ્યમ જયશંકર, રમેશ નિશંક, અર્જૂન મૂંડા, સ્મૃતિ ઈરાની, ડો.હર્ષવર્ધન, પ્રકાશ જાવડેકર, પીયૂષ ગોયલ, ધર્મેન્દ્ર પ્રધાન, મુખ્તાર અબ્બાસ નકવી, પ્રહલાદ જોશી, ડો.મહેન્દ્રનાથ પાંડે નરેન્દ્રસિંહ તોમર, ઈંદ્રજિત સિંહ,શ્રી પદ નાયક,ડો.જીતેન્દ્ર સિંહ સહિતના મંત્રીપદના શપથ લીધા હતા.