નાયબ મુખ્ય પ્રધાન અને એનસીપી નેતા અજિત પવારને પ્રોત્સાહન આપતા પક્ષ દ્વારા બારામતી સ્થિત માલેગાંવ સહકારી ખાંડ મિલ પર ફરીથી નિયંત્રણ મેળવવામાં સફળ રહ્યું છે .મંગળવારે વહેલી સવારે જાહેર થયેલાં પરિણામોમાં એનસીપીએ મીલના ડિરેક્ટર બોર્ડમાં 21 ની 16 બેઠકો નિલકંઠેશ્વર પેનલને સમર્થન આપીને હાંસલ કરી લીધી હતી.
રાજ્યની સૌથી સારી રીતે સંચાલિત મિલોમાંની એક આ મિલમાં પવારને 2015 માં આ મિલની છેલ્લી ચૂંટણીઓ દરમિયાન આંચકાજનક પરાજયનો સામનો કરવો પડ્યો હતો.રાજ્યમાં મહાવિકાસ અઘાડી સરકાર અસ્તિત્વમાં આવ્યા પછી, પવારે આ સુગર મિલને જીતવા માટે એડી ચોટીનું જોર લગાવી દીધું હતું.
સ્વાભિમાની પક્ષના નેતા રાજેન્દ્ર ધવન પાટિલ પણ નીલકંઠેશ્વર પેનલના સફળ ઉમેદવારોમાંના એક હતા.