નેશનલ કોંગ્રેસ પાર્ટી(NCP)ના સુપ્રિમો શરદ પવારએ આગામી સિઝનમાં અપેક્ષિત સરપ્લસ ઉત્પાદનમાં ખાંડના શેરો ઘટાડવા માટે “અલગ વિચારધારા” પ્રસ્તુત કરવા પ્પર ભાર મુક્યો હતો. કોંગ્રેસ અથવા ગઠબંધનને સમર્થન કરતી એનસીપીના વડા શરદ પવારે તેમ છતાં શેરડીના ખેડૂતોને બચાવવા માટે ભાજપના નેતૃત્વવાળી સરકારની પ્રશંસા કરવાનું પણ તેઓ ચુક્યા ન હતા
2018-19 ના માર્કેટિંગ વર્ષમાં ખાંડના ઉત્પાદનને સરપ્લસ થવાની સંભાવના છે, એમ કહીને ભૂતપૂર્વ કૃષિ પ્રધાન શરદ પવારે જણાવ્યું હતું કે ખાંડના જથ્થાને ઘટાડવાની જરૂર છે અને જેના માટે અલગ વિચારધારા હવે સમય મુજબ જરૂરી બની છે.
સુગર મિલ્સ ખેડૂતોને શેરડીની રકમ ચૂકવણી કરવામાં અક્ષમ છે કારણ કે આ વર્ષે સરપ્લસ આઉટપુટને કારણે સ્થાનિક ખાંડના ભાવમાં ઘટાડો થયો છે અને નબળા વૈશ્વિક બજારને લીધે નિકાસ પણ બિનજરૂરી બની છે, તેમ શરદ પવારે નેશનલ ફેડરેશન ઓફ સુગર મીલ્સની 59મી વાર્ષિક સભામાં સંબોધન કરતા જણવ્યું હતું
વર્તમાન 2017-18 માર્કેટિંગ વર્ષ (ઑક્ટોબર-સપ્ટેમ્બર) માં ભારતે વિક્રમ 32 મિલિયન ટન ખાંડનું ઉત્પાદન કર્યું હતું. આગામી માર્કેટિંગ વર્ષમાં આ વધીને અંદાજે 35-35.5 મિલિયન ટન થવાની ધારણા છે, જ્યારે સ્થાનિક માગ 26 મિલિયન ટન છે.
“આ પરિસ્થિતિમાં, શેરડીના ઉગાડનારાઓ અને ઉદ્યોગ માટે સરકારનો ટેકો મહત્વનો છે. મને ખુશી છે કે શેરડી ઉગાડનારાઓને બચાવવા માટે કેટલાક પગલાં લેવામાં આવ્યા છે … આ વર્ષે, ભારત સરકારે અનેક પગલાં લીધાં છે.” તેમ પવારે જણાવ્યું હતું.
કેન્દ્ર સરકારે આયાત ડ્યૂટીને બમણી કરી દીધી છે, નિકાસ ડ્યૂટી રદ્દ કરી, 30 લાખ ટનના બફર સ્ટોકની સ્થાપના કરી છે અને ઇથેનોલ સુવિધાઓની સ્થાપના માટે રૂ. 4,500 કરોડના સોફ્ટ લોનની જાહેરાત કરી છે.
તેમણે જણાવ્યું હતું કે આગામી 2018-19ના માર્કેટિંગ વર્ષમાં દેશની ખાંડનું ઉત્પાદન પણ ફાજલ બનવાની ધારણા છે, પવારે કહ્યું હતું કે ખાંડના સ્ટોકને ઘટાડવાની જરૂર છે અને જેના માટે એક અલગ વિચારસરણીની જરૂર છે.
ખાંડ ઉપરાંત, મિલોએ ઇથેનોલ પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ અને ઓપરેશન ચાલુ રાખવા માટે વીજ ઉત્પાદન કરવું જોઈએ.
પવારે વધુમાં કહ્યું હતું કે કેટલાક રાજ્યો ખાંડ મિલો પાસેથી વીજળી સીધી ખરીદી કરવા માંગતા નથી. આ પરિસ્થિતિમાં, મિલોએ તેને ખુલ્લા બજારમાં વેચવાનો વિચાર કરવાની જરૂર છે.
તેમણે જણાવ્યું હતું કે, જો તેઓ રૂ. 7 પ્રતિ યુનિટ પાવર મેળવે તો પણ ખાંડના ક્ષેત્રની સમસ્યા ઉકેલાઇ જશે, એમ તેમણે ઉમેર્યું હતું અને ઉમેર્યું હતું કે ક્રૂડ ઓઇલના ભાવમાં તીવ્ર વધારો થવાથી મિલોએ પેટ્રોલ સાથે મિશ્રણ માટે ઇથેનોલ ઉત્પાદન પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ.
તેમણે ઉત્તર પ્રદેશને અન્ય રાજ્યોની તુલનામાં શેરડી ઉગાડવામાં અને ખાંડના પુનઃપ્રાપ્તિના સ્તરમાં નોંધપાત્ર વધારો કરવા બદલ પ્રશંસા પણ કરી હતી.
“ઉત્તરપ્રદેશમાં સૌથી વધુ ખાંડનું ઉત્પાદન છે, તેની પુનઃપ્રાપ્તિ અને પાકની ઉપજ, જે છેલ્લા ઘણા વર્ષોથી નિરંતર રહી હતી તે આજે ઉચ્ચતમ સ્તર સુધી પહોંચી છે. રાજ્ય બાકીના દેશ માટે એક નવી દિશા દર્શાવે છે,” તેમ પવારે જણાવ્યું હતું.
શેરડી પાક વિશે વાત કરતા તેમણે કહ્યું હતું કે ટીકાકારોએ એવી દલીલ કરી છે કે શેરડીના પાકથી દેશમાં ઘણા બધા પાણીનો વપરાશ થાય છે, જે સિંચાઈ હેઠળ માત્ર 40 ટકા ફાર્મ વિસ્તાર ધરાવે છે.
આ સમસ્યાનું નિદાન કરવા, તેમણે સુગર બીટ પાકની વાવેતર સૂચવ્યું જે સમગ્ર યુરોપમાં થઈ રહ્યું છે.