બ્રાઝિલમાં કોરોનાનો કહેર ચાલુ છે. સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર છેલ્લા 24 કલાકમાં બ્રાઝિલમાં 22,000 થી પણ વધારે કોરોનાના કેસ સામે આવ્યા છે. આ સાથે છેલ્લા 24 કલાકમાં 700 થી પણ વધારે લોકોના મોત નિપજ્યા છે.મંત્રાલયના જણાવ્યા અનુસાર નવા 22,047 કેસ સામે આવ્યા છે અને તે સાથે પોઝિટિવ કેસની સંખ્યા વધીને 30,57,470 થઇ છે.છેલ્લા 24 કલાકમાં મૃતકોની સંખ્યા વધીને 101,752 થવા પામી છે.જોકે બ્રાઝિલમાં 21 લાખની વધારે કેસ સાજા પણ થયા છે.
અમેરિકા બાદ બ્રાઝિલમાં કોરોના ના સૌથી વધારે કેસ જોવા મળી રહ્યા છે.WHO દ્વારા 11 માર્ચમાં રોજ કોરોનાંને વૈશ્વિક મહામારી ઘોષિત કરવામાં આવી હતી.