નવી દિલ્હી: ભારતીય ઈંધણ કંપનીઓએ 6 ઓક્ટોબર, ગુરુવારે સવારે રાબેતા મુજબ પેટ્રોલ અને ડીઝલના નવા દરો લાગુ કરી દીધા છે. લાંબા સમયથી સ્થિર આંતરરાષ્ટ્રીય ક્રૂડ ઓઈલના ભાવમાં વધારો જોવા મળ્યો છે. જોકે, રાષ્ટ્રીય બજારમાં ઈંધણના ભાવ સ્થિર છે. દેશભરમાં 6 ઓક્ટોબરે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર થયો નથી. પરંતુ આ દર વધવાની શક્યતા છે.
આજતકમાં પ્રકાશિત એક અહેવાલ અનુસાર, સરકારી કંપનીઓ દ્વારા જારી કરાયેલા નવા દરો અનુસાર, રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં પેટ્રોલ 96.72 રૂપિયા અને ડીઝલ 89.62 રૂપિયા પ્રતિ લીટર છે. જ્યારે મુંબઈમાં પેટ્રોલ 106.31 રૂપિયા અને ડીઝલ 94.27 રૂપિયા પ્રતિ લીટર છે. આ સિવાય કોલકાતામાં પેટ્રોલ 92.76 રૂપિયા અને ડીઝલ 106.03 રૂપિયા પ્રતિ લીટર છે. ચેન્નાઈમાં પેટ્રોલ 102.63 રૂપિયા અને ડીઝલ 94.24 રૂપિયા પ્રતિ લીટર છે.
આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલની કિંમતની સમીક્ષા કર્યા પછી, ઓઇલ માર્કેટિંગ કંપનીઓ તેની કિંમત નક્કી કરે છે. ઈન્ડિયન ઓઈલ, ભારત પેટ્રોલિયમ અને હિન્દુસ્તાન પેટ્રોલિયમ દ્વારા દરરોજ સવારે વિવિધ શહેરોમાં દરો અપડેટ કરવામાં આવે છે. છેલ્લા ઘણા સમયથી કંપનીઓએ તેમના દરમાં કોઈ ફેરફાર કર્યો નથી. તમે SMS મોકલીને તમારા શહેરમાં પેટ્રોલ, ડીઝલની કિંમત જાણી શકો છો. ઈન્ડિયન ઓઈલ (IOCL)ના ગ્રાહકોએ RSP કોડ લખીને 9224992249 પર SMS મોકલવાનો રહેશે.