જો તમે ક્રેડિટ અને ડેબિટ કાર્ડથી વધુ પેમેન્ટ કરો છો તો આ સમાચાર તમારા કામના છે. વેપારી વેબસાઇટ્સ હવે ઓનલાઇન વ્યવહારો માટે તેમના સર્વર પર તમારો કાર્ડ નંબર, CVV અથવા સમાપ્તિ તારીખ સ્ટોર કરી શકશે નહીં. કાર્ડ યુઝરે વેબસાઈટ પર કોઈપણ વસ્તુ ખરીદતા પહેલા એક ટોકન બનાવવું પડશે અને તે ટોકનને તે ચોક્કસ વેબસાઈટ પર સેવ કરવું પડશે (ભવિષ્યમાં ઉપયોગ માટે). જો તમે ઇચ્છો તો, તમે ચુકવણી સમયે ટોકન જનરેટ કરી શકો છો અને તેને પછીના ઉપયોગ માટે સાચવી શકો છે
અહીં એ જાણવું પણ જરૂરી છે કે ડેબિટ કાર્ડ અને ક્રેડિટ કાર્ડ ટોકનાઇઝેશન પ્રક્રિયા ફરજિયાત નથી. ગ્રાહક પાસે વેપારીની વેબસાઇટ પર તેના કાર્ડને ટોકનાઇઝ ન કરવાનો વિકલ્પ પણ હશે. આવી સ્થિતિમાં, ગ્રાહકે વેબસાઇટ પર દરેક ટ્રાન્ઝેક્શન સમયે કાર્ડની વિગતો દાખલ કરવી પડશે. તેમાં 16-અંકનો કાર્ડ નંબર, એક્સપાયરી ડેટ અને કાર્ડ વેરિફિકેશન વેલ્યુ (CVV)નો સમાવેશ થશે. ટોકનાઇઝેશનનો હેતુ ક્રેડિટ અને ડેબિટ કાર્ડનો ઉપયોગ સુરક્ષિત બનાવવાનો છે. આ સાથે, જો વેપારીની વેબસાઇટનો ડેટા લીક થશે, તો છેતરપિંડી કરનારાઓ તમારા કાર્ડનો દુરુપયોગ કરી શકશે નહીં.