ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે દાવો કર્યો હતો કે રાજ્યમાં અગાઉની શાસકો ખાંડ મિલોને બંધ કરવામાં અને વેચવામાં જ માનતી હતી, જ્યારે ભાજપ સરકારે નિષ્ફળ ખાંડ મિલોને પુનર્જીવિત કરી રોજગારી કરવાનું કામ કર્યું છે. મુખ્ય પ્રધાન અહીં પીપરાઇચ શહેરમાં એક સુગર મિલના ઉદઘાટન સમારોહમાં બોલી રહ્યા હતા.
” પીપરાઇચ યુનિટ 2008થી બંધ હતું. અમે આ અંગે વિરોધ પ્રદર્શનો કર્યા હતા, અને ભાજપના તમામ પ્રાદેશિક નેતાઓ અને હિન્દુ યુવા વાહિની કાર્યકરો તેમાં ભાગ લેતા હતા.
જ્યારે અમે 2017 માં સરકારની રચના કરી,ત્યારે પીપરાઇચમાં નવી સુગર મિલ સ્થાપવાનો નિર્ણય પ્રથમ મીટિંગમાં જ લેવામાં આવ્યો હતો. સુગર મિલ બંધ થવાનો અર્થ એ છે કે 50,000 ખેડુતોને બેરોજગાર બનાવવા અને બીજા ૧,૦૦૦ યુવાનોને પણ બેરોજગાર બનાવા”.
તેમણે કહ્યું કે પીપરાઇચ સુગર મિલમાં દરરોજ 50,000 ક્વિન્ટલ શેરડી ક્રશિંગ ક્ષમતા હશે. આ સુગર મિલ દ્વારા લગભગ 27 મેગાવોટ વીજળી પણ પેદા કરવામાં આવશે.અને ખેડુતોને સમયમર્યાદાની અંદર ચુકવણી પણ કરવામાં આવશે, એમ મુખ્યમંત્રીએ ઉમેર્યું હતું . તેમણે એમ પણ જણાવ્યું કે આ મિલ શરુ થવાથી 30,000 કરોડની નવી રેવન્યુ પણ ઉભી થશે.
તેમણે કહ્યું કે, અહીં એક આધુનિક ડિસ્ટિલરી સ્થાપિત કરવામાં આવશે અને બીજા તબક્કામાં ઇથેનોલ પણ બનાવવામાં આવશે. ખેડુતોને શેરડીના પાન ન સળગાવવા અપીલ કરતા તેમણે કહ્યું કે, “આજે પ્રદૂષણ એક મોટી સમસ્યા છે અને હું ખેડુતોને અપીલ કરું છું કે ખેતરોમાં ડાંગર અને શેરડીનાં પાન નહીં બાળીને ખાતરમાં ફેરવવામાં આવે, આનાથી ખેતીની ફળદ્રુપતામાં પણ વધારો થશે. “