આજે શરૂઆતી કારોબારમાં ઘરેલૂ બજારોમાં વધારાની સાથે કારોબાર જોવાને મળી રહ્યો છે. નિફ્ટી 11030 ની ઊપર છે જ્યારે સેન્સેક્સમાં 134 અંકોનો વધારો દેખાયો છે. સેન્સેક્સ અને નિફ્ટી 0.4 ટકાની મજબૂતીની સાથે કારોબાર કરી રહ્યા છે. આજે સુગર કંપનીના ભાવમાં પણ ભારે તેજી જોવા મળી હતી
છેલ્લા કેટલાક દિવસથી અને લોક સભાની ચૂંટણી પણ નજીક આવી રહી છે ત્યારે સરકાર દ્વારા પણ શેરડીના ખેડૂતોના મોટા ભાગના પ્રશ્નો માટેની કવાયત હાથ ધરવામાં આવી છે અને સરકાર દ્વારા વધુ સોફ્ટ લોનની જાહેરાત પણ કરવામાં આવ્યા બાદ ખાંડ કમ્પનીના ભાવમાં ભાર તેજી જોવા મળી રહી છે.
બલરામ ચીની પણ 4% જેટલો વધ્યો હતો જયારે ધમપુર સુગર મિલમાં પણ 5 % નો વધારો જોવા મળ્યો હતો.આ ઉપરાંત દાલમિયા સુગર સહિતની કંપનીઓમાં તેજી જોવા મળી હતી
સાથોસાથ મેટલ, ફાર્મા, ઑટો, બેન્કિંગ, રિયલ્ટી, એફએમસીજી અને આઈટી શેરોમાં ખરીદારી જોવાને મળી રહી છે. બેન્ક નિફ્ટી વધારાની સાથે 27629.80 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે.
હાલમાં બીએસઈના 30 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ સેન્સેક્સ 134 અંક એટલે કે 0.4 ટકાના વધારાની સાથે 36576.26 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે. જ્યારે એનએસઈના 50 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ નિફ્ટી 39.90 અંક એટલે કે 0.4 ટકાની તેજીની સાથે 11027.40 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે.
બજારમાં કારોબારના આ સમય દરમ્યાન દિગ્ગજ શેરોમાં એચપીસીએલ, ઈન્ડિયાબુલ્સ હાઉસિંગ ફાઈનાન્સ, વિપ્રો, વેદાંતા, આઈઓસી અને ઈન્ફ્રાટેલ 3.36-1.74 ટકા ઉછળા છે. જો કે દિગ્ગજ શેરોમાં ટાટા મોટર્સ, એક્સિસ બેન્ક, બજાજ ઑટો, એશિયન પેંટ્સ, ઝિ એન્ટરટેનમેન્ટ અને ઈન્ડુસઈન્ડ બેન્ક 0.41-0.88 ટકા સુધી ઘટ્યા છે.