ગુજરાતના અમદાવાદમાં કોરોના ફરી એકવાર વધી રહેલા કોરોનાના કેસને કારણે સરકારે અહીં રોજ રાત્રી કર્ફ્યુ લાદવાનો નિર્ણય લીધો છે. ગુજરાત વહીવટીતંત્રે ગઈકાલે સાંજે આ માહિતી આપી હતી.
20 નવેમ્બરથી ગુજરાત સરકારે અમદાવાદમાં દરરોજ રાત્રીના 9 થી સવારે 6 વાગ્યા સુધી કર્ફ્યુ લાદવાનો નિર્ણય લીધો છે. આ કર્ફ્યુ કેટલો સમય ચાલશે, વહીવટીતંત્રે હજી સુધી તેના વિશે ફાઇનલ નિર્ણય લીધો નથી પણ હાલ 60 કલાક માટે કર્ફ્યુ લગાવ્યો છે.
દરમિયાન રાજકોટ, બરોડામાં પણ રાત્રી કર્ફ્યુ લગાડવાની તૈયારીઓ ચાલી રહી છે. જોકે રાજકોટના કલેક્ટર રેમ્યા મોહને જણાવ્યું હતું કે આજ સાંજ સુધીમાં નિર્ણય લેવાશે જોકે હાલ પરિસ્થિતિ કાબુ હેઠળ છે.
દરમિયાન અમદાવાદમાં રાત્રી કર્ફ્યુ લગાડી દેવામાં આવતા રાત્રીના સમયે યોજાયેલા લગ્નને ભારે અસર પહોંચી છે અને હવે તે લગ્નને કેવી રીતે કરવા તેની ચિંતામાં પરિવારો પડી ગયા છે.