ગઈકાલે રાત્રે અચાનક રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા દ્વારા યસ બેન્ક પર તવાઈ બોલવામાં આવી અને નાણાં ઉપાડવાની લિમિટ 50.000 કરી નાંખતા ગાયકળાએ રાત્રે અને આજે આખો દિવસ યસ બેન્કની તમામ શાખામાં લામી લાઈનો લાગી ગકય હતી। શેર બજારમાં પણ આજે આખો દિવસ યસ બેન્કના શેવરમાં અફડાતફડી મચી ગઈ હતી અને નાણાં મંત્રીને પણ બપોર બાદ પ્રેસ કોન્ફરન્સ કરવી હતી.સરકાર તરફથી ખાતાધારકોને વારંવાર તેમની મૂડી સુરક્ષીત હોવાનો વિશ્વાસ આપવામાં આવ્યા બાદ કેન્દ્રીય નાણાંમંત્રી નિર્મલા સીતારમણે જણાવ્યું છે કે,યસ બેંક દ્વારા નિયમોનું પાલન નહોતુ કરવામાં આવતુ. બેંકે જોખમી ક્રેડિટ નિર્ણય લીધા હતાં.
નાણાં મંત્રી નિર્મલા સીતારમણે જણાવ્યું છે કે, યસ બેંકે અનિલ અંબાણી, એસેલ ગ્રુપ, ડીએચએફએલ, વોડાફોન જેવી કંપનીઓને લોક આપી હતી જે ડિફોલ્ડ થઈ છે.આ તમામ કેસ 2014ની પહેલાના એટલે કે યૂપીએ સરકારના કાર્યકાળ વખતેના છે.
આમતો યસ બ્વેન્કને લઈને ઘણી વાતો અને અફવા ચાલી રહી હતી પણ ગઈકાલે એસ બી આઈ દ્વારા યસ બેંકને લઈને આરબીઆઈએ આકરા પગલા ભર્યા બાદ લોકોમાં ફફડાટ જોવા મળ્યા બાદ ત્યારે નિર્મલા સીતારમણે યસ બેંકમાં કરવામાં આવેલા ગેરવહીવટને લઈનેઆકરા સંકેત આપ્યા છે.
નાણાંમંત્રીએ કહ્યું હતુ કે, યસ બેંકના મુદ્દે તેઓ મે 2019 બાદ જ આરબીઆઈના સંપર્કમાં હતાં. સપ્ટેમ્બર 2019થી યસ બેંક પર સેબીની નજર છે.જાહેર છે કે,સેબી શેર બજારને રેગ્યુલેટ કરે છે.
તેમને જણાવ્યું હતું કે, વર્ષ 2017થી જ આરબીઆઈ યસ બેંક પર દેખરેખર રાખી રહ્યું હતું. જ્યારે 2018માં કેન્દ્રીય બેંકે યસ બેંકમાં વાબ્ધા જાણી લીધા હતા.2019માં યસ બેંક પર 1 કરોડ રૂપિયાનો દંડ પણ ફટકારવામાં આવ્યો હતો.
સીતારમણના જણાવ્યા પ્રમાણે એસબીઆઈએ યસ બેંકની ભાગીદારી ખરીદવામાં રસ દાખવ્યો છે. નવા બોર્ડ રી-સ્ટ્રકચરિંગ પ્લાન બાદ ટેકઓવર કરવામાં આવશે. જાહેર છે કે, યસ બેંકના ડાયરક્ટર બોર્ડનો ભંગ કરી દેવામાં આવ્યો છે. માત્ર 30 જ દિવસની અંદર યસ બેંકને ફરી ટ્રેક પર પાછી લાવવામાં આવશે તેવો વિશ્વાસ નિર્મલા સીતારમણે વ્યક્ત કર્યો છે.