કેન્દ્ર સરકારની થિન્ક ટેન્ક મનાતી નીતિ આયોગે દેશભરમાં શેરડીની ખેતીનો વિસ્તાર ઘટાડવા માટે અનેક સૂચનો કર્યા છે.આ સૂચનોમાંથી એક એ પણ છે કે કેન્દ્ર સરકાર પ્રતિ હેક્ટર ખેડૂતોને 6,000 રૂપિયા ચૂકવવા જોઈએ જેથી શેરડીના ખેડૂતો પોતાની જમીન શેરડીની બદલે અન્ય પાકમાં તે જમીન તબદીલ કરી શકે.
મીડિયા રિપોર્ટ અનુસાર નીતિ આયોગના ટાસ્ક ફોર્સ દ્વારા જણાવાયું છે કે આવનારા 3 વર્ષમાં 3 લાખ હેક્ટર વિસ્તાર શેરડીની ખેતીમાંથી ઓછો કઈ શકાય જો તેઓને કેશ રકમ આપી શકાય.હાલ દેશભરમાં 52 લાખ હેક્ટરમાં શેરડીની ખેતી કરવામાં આવે છે.