લોક સભાની ચૂંટણી નજીક આવી રહી છે અને ઉત્તર પ્રદેશ મુખ્ય રાજ્ય છે જ્યાં પોલિટિકલ મોવમેન્ટ સૌથી વધુ અસર કરતી હોઈ છે ત્યારે કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ ઉત્તર પ્રદેશના ખેડૂતોને કેટલીક સલાહ પણ આપી છે
નીતિન ગડકરીએ જણાવ્યું હતું કે ઉત્તર પ્રદેશના ખેડૂતોએ હવે શેરડીની ખેતીની સાથે સાથે હવે ખેતીની પેટર્ન ચેન્જ કરવાનું સૂચન કરીને બાયોડીઝલ અને ઈથનોલ તરફ વળવા ની સલાહ પણ આપી હતી. નીતિન ગડકરીએ જણાવ્યું હતું કે ખેડૂતો પોતાની પેટવેરન બદલાવશે અને ચેન્જ લાવશે તો તેનો ફાયદો તેમને જ થશે.નીતિન ગડકરી પાણીપત અને ખાંતીમાં વચ્ચે બનનારા 5000 કરોડના ખર્ચે બનનાર નવા હાઈવેના ભૂમિ પૂજન પર ઉપરોક્ત વાત તેમને ઉચ્ચારી હતી.તેમને જણાવ્યું હતું કે શેરડીના ખેડૂતોને જેટલો જોઈએ તેટલો ફાયદો થતો નથી.વિશ્વભરમાં ખાંડના ભાવ નીચે ગયા છે અને હજુ ઘટી શકે તેમ છે ત્યારે હવે શેરડીના ખેડૂતોને શેરડીના પાકમાંથી નફો થાય તેવું નથી રહ્યું.