પેટ્રોલ અને ડીઝલના દરોની દૃષ્ટિએ બુધવાર સપ્તાહનો ત્રીજો દિવસ હતો. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર થયો ન હતો, ન તો ઘટાડો થયો કે ન તો વધારો થયો. આજે સતત 50માં દિવસે પણ દરમાં કોઈ ફેરફાર થયો નથી.
દેશની રાજધાની દિલ્હીમાં પેટ્રોલ 95.41 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ 86.67 રૂપિયા પ્રતિ લીટર છે.તેમજ દેશની આર્થિક રાજધાની મુંબઈમાં 109.98 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ 94.14 રૂપિયા પ્રતિ લીટર છે. કોલકાતામાં પેટ્રોલ 104.67 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ 89.79 રૂપિયા પ્રતિ લીટર છે. તે જ સમયે, ચેન્નાઈમાં પેટ્રોલ 101.40 રૂપિયા પ્રતિ લિટર અને ડીઝલ 91.43 રૂપિયા પ્રતિ લિટર છે. શ્રી ગંગાનગરમાં પેટ્રોલ 112.11 અને ડીઝલ 95.26,પોર્ટ બ્લેરમાં પેટ્રોલ 82.96 અને ડીઝલ 77.13 જયારે જયપુરમાં 107.06 અને ડીઝલનો ભાવ 90.7 પર જોવા મળી રહ્યો છે.