જીએસટી અંગે હવે રાજ્ય સરકાર વધુ જાગૃત બની રહી છે અને તેના ભાગ રૂપે જેઓ જીએસટી રીટર્ન ફાઇલ કરવામાં નિષ્ફળ ગયા છે તેમને ઉત્તરાખંડ સરકાર નોટિસ મોકલેવાની કાર્યવાહી શરુ કરી છે.
“રાજ્ય સરકાર જીએસટીની આવક મહત્તમ કરવાનો પ્રયાસ કરી રહી છે. ઉત્તરાખંડના સેક્રેટરી ફાઇનાન્સ અમિત નેગીએ કહ્યું કે, જે લોકો રિટર્ન ભરતા નથી તેમને નોટિસ ફટકારવામાં આવે છે.તેમણે ઉમેર્યું હતું કે, લગભગ 75 ટકા રાજ્યમાં જીએસટી રીટર્ન ફાઇલ કરી રહ્યા છે જે લગભગ રાષ્ટ્રીય સરેરાશની સમકક્ષ છે.
“રાજ્યમાં 40-50 હજાર કોન્ટ્રાક્ટરો છે જે જીએસટી હેઠળ નોંધાયેલા છે.જોકે તેમનો જીએસટી રીટર્ન તેના પર નિર્ભર છે કે તેમને કામ મળ્યું છે કે નહીં, ”નેગીએ કહ્યું.
તેમણે કહ્યું કે રાજ્ય સરકાર કરચોરી ઘટાડવા માટે જીએસટી ડિફોલ્ટરોને નોટિસ ફટકારવાની કવાયત કરી રહી છે.