ભારતના સ્વાતંત્ર દિવસના દિવસે ભારતના પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદીએ પોતાના ભાષણમાં એવી જાહેરાત કરી હતી કે ખેડૂતોની આવક વધારવા માટે ભારત સરકાર ટૂંક સમયમાં નવી કૃષિ નિકાસ નીતિ લાગુ કરી દેવામાં આવશે. હવે વાણિજ્ય મંત્રાલય પણ જે પ્રતિબંધથી મુક્ત સંશાધિત અને જૈવિક વસ્તુઓ ને લગતી સરળ નિકાસ નીતિ પર હાલ કામ ગતિમાં ચાલી રહ્યું છે અને બહુજ ટૂંક સમયમાં જ કેબિનેટમાં પ્રસ્તાવ પણ રાખવામાં આવશે જેથી કૃષિ નિકાસ નીતિ વધુ આસાન બની શકશે.
દેશની ખાદ્ય સુરક્ષા ધ્યાનમાં રાખવામાં આવશે
વાણિજ્ય મંત્રાલય હાલ એ બાબત પર વિચાર કરી રહ્યું છે કે નવી કૃષિ નિકાસ નીતિ માં પ્રતિબંધ માત્ર ઘઉં અને ચોખા જેવી ઓછી આવશ્યક વસ્તુઓ પર લગાવી શકાય અને તે પણ અસાધારણ પરિસ્થિતિ અને અંતિમ ઉપાયના ભાગ રૂપે જ લગાવામાં આવશે નવી કૃષિ નિકાસ નીતિ પાછળનો વિચાર એ છે કે વ્યાપાર નીતિ વધુ સુલભ બને અને ખેડૂતોની અવાક પણ બમણી થઇ જાય જેથી કરીને વિશ્વભરની બજારમાં ભારત એક સક્ષમ રાષ્ટ્ર તરીકે પણ પ્રસ્થાપિત કરી શકાય.વાણિજ્ય મંત્રાલયે માર્ચ મહિનામાં રાજકીય રીતે સવેન્દનશીલ ગણાતી ડુંગળી અને દાળ સહીત પ્રમુખ કૃષિ વસ્તુઓમાં સીમિત સરકારી હસ્તક્ષેપ સાથે એક સ્થિર વ્યાપાર નીતિ વ્યવસ્થાની માંગ સાથે કૃષિ નિકાસ નીતિ તૈયાર કરી હતી જેમાં 2022 સુધીમાં કૃષિ નિકાસ 60 આરબ ડોલર સુધી પહોંચાડી દેવાના કેટલાક સૂચનો પ્રસ્તુત કરવામાં આવ્યા હતા.
એપીએમસી અધિનિયમમાં સુધાર
એપીએમસી અધિનિયમમાં સુધાર માટે દરેક માકેટીંગ યાર્ડમાં આદર્શ સુવ્યવસ્થા અને વિવિધ પાક ઉતારવા માટે ઉદારીકરણના સૂચનો આપવામાં આવ્યા હતા. કૃષિ ઉત્પાદનના ઘરેલુ મૂલ્યમાં વધારા ઘટાડા થઇ સકતા હોઈ છે અને તેના આધારે નિકાસ વ્યવસ્થામાં પરિવર્તન થઇ શકે છે.ખાસ કરીને ડુંગળી ચોખા,કઠોળ વિવિધ દાળ જેવી વસ્તુઓ માટે આ વિશેષ મહત્વપૂર્ણ છે ભારતે 2007માં ઘઉં અને 2009માં બાસમતી સિવાયના ચોખાની નિકાસ પાર પ્રતિબંધ લગાવી દીધો. પરંતુ 2011માં ભારતે આ પ્રતિબંધ ઉઠાવી લીધો હતો જોકે બ્લેક સમુદ્ર ક્ષેત્રમાં ઘઉંના સૌથી મોટા ઉત્પાદક રશિયા અને અન્ય દેશોને કારણે ઘઉંના વેપારીઓ દુષ્કાળનો લાભ લેવાનું ચુકી ગયા.સરકારે આમતો દર વર્ષે ડુંગળીની નિકાશ પર પ્રતિબંધ લાગવાની કોશિશ કરી છે અને સમય અનુસાર કપાસ અને ખાંડની નિકાશ પર પણ પ્રતિબંધ લગાવતા આવ્યા છે. સાથોસાથ મુખ્ય દાળ અને કઠોળ પર પણ અનેક વખત પ્રતિબંધ પ્રભાવી રહ્યા છે જોકે છેલ્લા કેટલાકે વર્ષોથી કૃષિ વ્યાપાર નીતિમાં ઉતાર ચઢાવ ઘણા ઓછા થઇ ગયા છે.
ટૂંકા ગાળાના નહિ પણ લાંબા ગાળાના લક્ષ્યની શોધમાં
વસ્તુઓની ઘરઆંગણે કિમંત અને ઉત્પાદનમાં અસ્થિરતા જોતા મુદ્રાસ્થિતિ ઘટાડવા અને ટૂંકા ગાળાના લક્ષ્યો હાંસલ કરવા નીતિના રૂપમાં ઉપયોગ કરવાની કોશિશ કરવામાં આવી રહી છે. જેમાં ખેડૂતોને મૂલ્ય સમર્થન આપવું અને ઘરેલુ ઉદ્યોગની રક્ષા પણ સાથે કરવામાં આવી રહી છે. આ પ્રકારના નિર્ણય કિમંતનું સંતુલન રાખવા માટે ઉપયોગી સાબિત થતા હોઈ છે.જોકે એ વાત પણ સાચી છે કે આવા ટૂંકા ગાળાના લક્ષ્યને કારણે આંતરરાષ્ટ્રીય વ્યાપાર માં ભારતની છબી ખરાબ પણ શકે છે. પરંતુ નવી કૃષિ નિકાસ નીતિ દ્વારા ભારત એક શ્રેષ્ઠ નિકાસ કરતો દેશની છબી વિકસવાની કોશિશ કરશે.