ONGC ઇન્ડિયન ગેસ એક્સચેન્જ (IGX) પર ઘરેલું ગેસનો વેપાર કરનાર પ્રથમ જાહેર ક્ષેત્રની ગેસ ઉત્પાદક બની છે. ONGCએ સોમવારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે તે ધીમે ધીમે ઉત્પાદનની માત્રામાં વધારો કરશે.
કંપનીએ જણાવ્યું હતું કે, “ONGC IGX પર સ્થાનિક ગેસનો વેપાર કરનાર દેશની પ્રથમ એક્સપ્લોરેશન એન્ડ પ્રોડક્શન (E&P) કંપની બની છે. પ્રથમ ઓનલાઇન ટ્રેડિંગ 23મી મે, 2022ના રોજ ભારતના પ્રથમ ઓટોમેટેડ નેશનલ લેવલ ગેસ એક્સચેન્જ IGX પર ONGCના ડિરેક્ટર (ઓનશોર) અને ઈન્ચાર્જ માર્કેટિંગ, અનુરાગ શર્મા દ્વારા કરવામાં આવ્યું હતું.