ભારતમાં આ વર્ષે ચાલુ સીઝનમાં ખાંડનું ઉત્પાદન ઘટવા પામ્યું છે તેની પાછળ નું મુખ્ય કારણ વેધર છે. કારણ કે શેરડી ઉગાડનારા બે મુખ્ય રાજ્ય મહારાષ્ટ્ર અને કર્ણાટકમાં, આ વર્ષે દુષ્કાળ અને અતિવૃષ્ટિ બંને જવાબદાર બન્યા હતા,આની વ્યાપક અસરને કારણે આ વર્ષે બંને રાજ્યોમાં પાક ઘણો ઓછો જોવા મળ્યો છે.જોકે કોરોનાવાઇરસની અસર ખાંડ ઉદ્યોગની મિલો પર ઓછી પડી છે કારણ કે તેમના પ્રોસીસિંગ યુનિટને ચાલુ રાખવાની મંજૂરી પેહેલેથી જ આપવામાં આવી હતી. પરંતુ લોકડાઉનને કારણે ખાસ કરીને ઠંડા પીણાંબનાવતી કંપનીઓ,આઈસ ક્રીમ બનાવતી કંપનીઓ અને મીઠાઈ બનાવતી કંપનીઓ અને ડેરી ઉદ્યોગની પ્રોડક્ટ હાલ બંધ હોવાને કારણે ખાંડની ડિમાન્ડમાં ભારે ઘટાડો જોવા મળ્યો છે.પણ ઇન્ડિયન સુગર મિલ્સ એસોસિયેશનને આશા છે કે લોકડાઉન ખુલતા ખાંડની ડિમાન્ડમાં પણ ઘણો વધારો જોવા મળશે.
ઓક્ટોબર 2019થી એપ્રિલ 2020 સુધીમાં આખા દેશમાં સુગર મિલો દ્વારા 258.01 લાખ ટન ખાંડનું ઉત્પાદન કરવામાં આવ્યું છે.જે ગયા વર્ષની સરખામણીમાં 63.70 લાખ ટન ઓછું છે.ગત વર્ષે એપ્રિલ 30 સુધીમાં 90 મિલો શેરડીનું પીલાણ કરી રહી હતી જે આ વર્ષે સમાન સમયગાળામાં 112 મિલો શેરડીનું પીલાણ કરી રહી છે.ભારતની ઘરેલુ ખપત 260 લાખ ટનની છે પણ ભારત પાસે ગત વર્ષનો સરપ્લસ સ્ટોક ઘણો વધારે પડ્યો છે તેમ ઇસ્માએ જણાવ્યું હતું.
ગત વર્ષની સરખામણીમાં ફેબ્રુઆરી 2020 સુધીમાં ખાંડનું વેચાણ અને સુગર મિલમાંથી ખાંડનું ડીસ્પેચીંગ માં પ્રથમ 5 માસમાં 10.24 લાખ ટન નોંધાયું છે.પરંતુ માર્ચ અને એપ્રિલના લોકડાઉનને કારણે ખાંડનું વેચાણ 10 લાખ ટન ઘટવા પામ્યું છે.