ફૈસલાબાદ:પાકિસ્તાનમાં શેરડીના ખેડૂત ઉત્પાદકોને સલાહ આપવામાં આવી છે કે બમ્પર પાક મેળવવા માટે ફેબ્રુઆરીની શરૂઆતથી શેરડીની ખેતી શરૂ કરી દે અને 15 માર્ચ સુધીમાં પૂર્ણ કરી લેવી જોઈએ.
પાકિસ્તાન કૃષિ વિસ્તરણ વિભાગના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, ખેડુતોએ મહત્તમ સ્થળે શેરડીની માન્ય જાતોની ખેતી કરવી જોઈએ. શેરડીની માન્ય જાતોમાં CP – 77-400,CP -72-2086, CP – 43-33, CPF -243, HSF -240, SPSG – 26, SPF -213, SPF -245 અને COJ -84નો સમાવેશ થાય છે.