પાકિસ્તાની અર્થશાસ્ત્રીએ ભારત સરકારની જેમ પાકિસ્તાનમાં પણ 5000 ની નોટ રદ કરવાની સલાહ આપી

પાકિસ્તાન હાલમાં તેના ઈતિહાસના સૌથી મોટા આર્થિક સંકટનો સામનો કરી રહ્યું છે. તેણે તેમાંથી બહાર આવવા માટે મદદની અપીલ પણ કરી છે. દરમિયાન, હવે એક પાકિસ્તાની અર્થશાસ્ત્રીએ અસ્થિર અર્થતંત્રને સંચાલિત કરવા માટે કેટલીક મૂલ્યવાન સલાહ આપી છે. તેમણે સૂચન કર્યું કે પાકિસ્તાન સરકારે તાત્કાલિક રૂ. 5,000ની નોટ બંધ કરી દેવી જોઈએ.

આજતકમાં પ્રકાશિત અહેવાલ અનુસાર, પાકિસ્તાનના અર્થશાસ્ત્રી અમ્મર ખાને વર્તમાન કટોકટી માંથી બહાર નીકળવા માટે તેની ચલણમાંથી 5,000 રૂપિયાની નોટો કાઢી નાખવાનું સૂચન કર્યું છે. આ અંગે બિઝનેસ ટુડેએ કહ્યું છે કે આ નોટો ચલણમાં સૌથી વધુ મૂલ્યની છે. આ વિશે વાયરલ પોડકાસ્ટમાં તેણે કહ્યું કે ભારતે આ ફોર્મ્યુલા સાથે ઘણું સારું કામ કર્યું છે. તેમનો દાવો છે કે તેનાથી ટેક્સ કલેક્શનમાં વધારો જોવા મળ્યો છે.

ભારતે નવેમ્બર 2016માં રૂ.500 અને રૂ.1000ની નોટો બંધ કરી દીધી હતી. અમ્મર ખાનના પોડકાસ્ટ અનુસાર, તેમણે કહ્યું કે પાકિસ્તાનમાં મોટાભાગના વ્યવહારો રોકડમાં જ થાય છે. જ્યારે, દેશ યુએસ ડોલરમાં આયાત કરે છે. આવી સ્થિતિમાં, તેનો કોઈ હિસાબ નથી..

 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here