પાકિસ્તાનમાં મોલિસીસના અભાવને કારણે પાકિસ્તાનમાં ઈથનોલ ઉદ્યોગને એક મોટો ખતરાનો સામનો કરવો પડી શકે તેમ છે. ઇથેનોલ ઉત્પાદકોના જણાવ્યા અનુસાર, એકવાર મોલિસીસ જથ્થો પૂરો થઇ જશે પછી, પાકિસ્તાનના ઇથેનોલ ઉત્પાદકોને આ વર્ષના બીજા ભાગમાં 6 મહિના કામગીરી બંધ કરવાની ફરજ પડી શકે તેમ છે. વેપારીઓના મતે, મોટાભાગના ઉત્પાદકો પાસે ઓગસ્ટ સુધી માત્ર મોલિસીસનો જથ્થો બાકી છે, સ્ટોક પૂરો થયા પછી, ઇથેનોલનું ઉત્પાદન બંધ થઈ જશે. પરંતુ દેશના બે સૌથી મોટા ઉત્પાદકો પાસે વધારાના સ્ટોક છે જે સપ્ટેમ્બરથી ઓક્ટોબર સુધી કામગીરી જાળવી શકશે .
આ વર્ષે પાકિસ્તાનમાં પણ ખેતીની પેટર્ન બદલાઈ હતી. વધુ નફાકારક પાક જેવા કે ચોખા, મકાઈ અને ઘઉંના પાકના ઉત્પાદન તરફના પગલાથી પાકિસ્તાનના શેરડીનું ઉત્પાદન ઘટી ગયું છે. રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા અને સંશોધન મંત્રાલય અને દેશના સુગર મિલોના સંગઠનના જણાવ્યા અનુસાર માર્કેટિંગ વર્ષ 2019-20માં શેરડીનું કુલ ઉત્પાદન 64.5 ટન પર પહોંચ્યું છે, જે પાછલા માર્કેટિંગ વર્ષ કરતા 4 ટકા ઓછું છે.
એ વાત પણ બધા જાણે છે કે, પાકિસ્તાનમાં સુગર કૌભાંડને લઇને ભારે હોબાળો મચી ગયો છે. અને થોડા દિવસો પહેલા સુગર કૌભાંડની તપાસનો અહેવાલ બહાર આવ્યો હતો જેમાં સુગર મિલો પર છેતરપિંડીનો ગંભીર આરોપ મૂકવામાં આવ્યો છે.