પાર્લે તાજેતરમાં જ સમાચારમાં થોડા સમય પેહેલા પાર્લે કંપની દ્વારા 10,000 કર્મચારીઓને ચૂત કરવામાં આવશે પણ હવે પાર્લે કંપની ઝડપથી બજારમાં પાછા ફરવાનો પ્રયત્ન કરી રહી છે.રોલ-એ-કોલા કેન્ડી, જે 2006 માં બંધ કરવામાં આવી હતી,ફરી એકવાર બજારમાં આવી છે અને તેને પાર્લે કંપની દ્વારા શરૂ કરવામાં આવી છે. બિસ્કીટ અને કન્ફેક્શનરી બનાવતી પાર્લે કંપનીના વરિષ્ઠ એક્ઝિક્યુટિવને આગામી વર્ષમાં આ કેન્ડીમાંથી 100 કરોડ રૂપિયાના વેચાણની અપેક્ષા છે અને કુલ બિઝનેસનો 10 ટકા હિસ્સો હોવાની ધારણા છે.
નોંધપાત્ર વાત એ છે કે,પાર્લેની આ રોલ-એ-કોલા કેન્ડીનું વેચાણ વર્ષ 2006 માં બંધ કરવામાં આવ્યું હતું અને હવે તે 13 વર્ષ પછી ફરી શરૂ કરવામાં આવી રહ્યું છે.સોશિયલ મીડિયા પર ગ્રાહકોની વધેલી રુચિને ધ્યાનમાં રાખીને કંપનીએ તેનું ઉત્પાદન ફરીથી લોંચ કર્યું છે.
પાર્લે પ્રોડક્ટ્સના સિનિયર માર્કેટિંગ હેડ ક્રિષ્ના રાવે કહ્યું છે કે અમે સોશિયલ મીડિયા પર કેન્ડીની વધતી માંગને ધ્યાનમાં રાખીને તેને ફરીથી બજારમાં લોન્ચ કર્યું છે અને આગામી દિવસોમાં અમે લગભગ ર ટન રોલ-એ-કોલાનું વેચાણ કરી શકીશું.
ખરેખર,પાર્લે કંપનીએ ભારતમાં રોલ-એ-કોલા કેન્ડી બંધ કરી દીધી હતી,પરંતુ તેને આફ્રિકા અને પશ્ચિમ એશિયામાં વેચવાનું ચાલુ રાખ્યું હતું.રાવે જણાવ્યું હતું કે, ચાલુ નાણાકીય વર્ષ દરમિયાન, બ્રાન્ડ લગભગ 50 થી 60 કરોડ વેચવાની ધારણા છે.