ન્યુયોર્ક: પેપ્સિકો INC એ ગુરુવારે કહ્યું કે તે યુરોપિયન યુનિયનમાં સોડા અને આઈસ્ડ ચામાં ખાંડની માત્રા 26% ઘટાડવાની અને 2025 સુધીમાં વધુ પોષક સ્નેક્સ શરૂ કરવાની યોજના ધરાવે છે. કંપનીએ ઓછી કેલરી સ્વીટનરનો ઉપયોગ કરીને ઉત્પાદનોને ફરીથી બનાવવાનો, તેની પોપકોર્ન લાઇન પોપ વોર્ક્સ જેવા તંદુરસ્ત નાસ્તાનો પ્રારંભ કરવાનો અને લેઇઝ ઓવન બેકડ રેન્જ સહિત ઓછી ફેટ સાથેની નવી બ્રાન્ડ્સનું માર્કેટ સર કરવાનું લક્ષ્ય રાખ્યું છે. પેપ્સીકો તેના પીણાઓમાં ઉમેરવામાં આવેલી ખાંડને ઘટાડવાનું દબાણ લાવી રહ્યું છે, ખાસ કરીને યુરોપમાં જ્યાં ઘણા દેશોએ આરોગ્ય અને મેદસ્વીપણાના મુદ્દાઓ સામે લડવા માટે મધુર સોડા, ફળોના જ્યુસ અને સ્વાદવાળા પાણી પર ટેક્સ લગાડ્યો છે.
પેપ્સિકો યુરોપના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર સિલ્વીયુ પોપોવિસિએ જણાવ્યું હતું કે, “યુરોપમાં આજે આપણે વેચેલા ત્રણમાંથી એક પીણું સુગર ફ્રી છે અને અમારું માનવું છે કે સમય જતા આ વલણ વધશે. યુરોપમાં ગયા વર્ષે પેપ્સીકોના કુલ વેચાણના લગભગ પાંચમા ભાગનો હિસ્સો હતો, જે ઉત્તર અમેરિકા પછી આવક મેળવનાર બીજો સૌથી મોટો ક્ષેત્ર છે. પેપ્સી-કોલા, લિપ્ટન આઇસ ટી અને 7UP જેવા પીણામાં 2025 સુધીમાં ખાંડના સ્તરમાં 25% અને 2030 સુધીમાં 50% ઘટાડો કરવાની યોજના છે, જે સમ્રગ યુરોપમાં વેચાય રહ્યા છે.