દેશના ચાર મોટા મહાનગરોમાં આજે પેટ્રોલ 27 પૈસા અને ડીઝલ 30 પૈસા સુધી મોંઘું થયું છે. આને કારણે મુંબઇમાં પેટ્રોલ 101 રૂપિયા અને ડીઝલ 93 રૂપિયા પ્રતિ લિટરની નજીક પહોંચી ગયું છે. ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશનની વેબસાઇટ અનુસાર, મુંબઇમાં પેટ્રોલ 26 પૈસાના વધારા સાથે 100.98 રૂપિયા અને ડીઝલ 30 પૈસાના વધારા સાથે 92.99 રૂપિયા પ્રતિ લિટર થયું છે.
રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં પેટ્રોલના ભાવમાં 27 પૈસા અને ડીઝલના ભાવમાં 28 પૈસા વધારો થયો છે. અહીં એક લિટર પેટ્રોલ 94.76 રૂપિયા અને ડીઝલનું લિટર 85.66 રૂપિયા થઈ ગયું છે. 4 મેથી અત્યાર સુધીમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં 18 દિવસનો વધારો કરવામાં આવ્યો છે જ્યારે બાકીના 14 દિવસોમાં કિંમતોમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. આ સમયગાળા દરમિયાન દિલ્હીમાં પેટ્રોલ 4.36 અને ડીઝલ 4.93 રૂપિયાનું મોંઘુ થઈ ગયું છે, કોલકાતામાં પેટ્રોલ 26 પૈસા વધીને. 94.76 અને ડીઝલ 28 પૈસાનો વધારા સાથે 88.51 રૂપિયા પ્રતિ લિટર થયું છે. ચેન્નઇમાં પેટ્રોલના ભાવમાં 24 પૈસા અને ડીઝલની કિંમતમાં 26 પૈસાનો વધારો થયો છે. ત્યાં એક લિટર પેટ્રોલ 96.23 રૂપિયામાં અને એક લિટર ડીઝલ 90.38 રૂપિયામાં મળ્યું હતું.