ભારતમાં દિવાળી બાદ પેટ્રોલ અને ડીઝલના ભાવ માં કોઈ બદલાવ કરવામાં આવ્યો નથી. ભારતની ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ આજે પણ ભારતમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ સ્થિર રાખવાનો નિર્ણય કર્યો હતો. દિવાળી બાદ 23 માં દિવસે ઓઇલ માર્કેટિંગ કંપનીઓ દ્વારા પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ બદલાવ કરાયો નથી. 3 નવેમ્બરે ભારત સરકાર દ્વારા પેટ્રોલ અને ડીઝલના ભાવમાં એક્સાઇઝ ડ્યુટી ઘટાડ્યા બાદ ઓઇલ માર્કેટિંગ કંપનીઓ દ્વારા કોઈ બદલાવ કરવામાં આવ્યો નથી.
ભારતમાં સતત 23માં દિવસે પેટ્રોલ અને ડીઝલના ભાવ સ્થિર રાખતા રાજધાની દિલ્હીમાં પેટ્રોલનો ભાવ 103.97 પ્રતિ લીટર જોવા મળી રહ્યો છે જ્યારે ડીઝલનો ભાવ 86.67 પાર જોવા મળી રહ્યો છે.મુંબઈની વાત કરીએ તો પેટ્રોલ 109,98 અને ડીઝલનો ભાવ 94.14 જોવા મળી રહ્યો છે.ચેન્નાઈમાં પેટ્રોલનો ભાવ 101.40 અને ડીઝલનો ભાવ 91.40 જોવા મળી રહ્યો છે .કલકત્તામાં પેટ્રોલ પ્રતિ લીટર 104.67 ના ભાવથી વેંચાઈ રહ્યું છે જયારે ડીઝલ 89.79 જોવા મળ્યો રહ્યો છે.આંતરરાષ્ટ્રીય માર્કેટમાં ક્રૂડના ભાવ ઘણા ઘટ્યા છે ત્યારે આવનારા દિવસોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો થવાની શક્યતા છે.