રવિવારે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં લિટરે 15-15 પૈસાનો ઘટાડો કર્યા બાદ ઓઇલ માર્કેટિંગ કંપનીઓ દ્વારા આજે સોમવારે પેટ્રોલ અને ડીઝલના ભાવ જાહેર કરવામાં આવ્યા હતા. ગઈકાલે ઘટાડો કર્યા બાદ આજે ભારતમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી અને રવિવારે જે ભાવ જાહેર થયા હતા તે ભાવ સ્થિર રાખવામાં આવ્યા છે. જોકે સપ્ટેમ્બરમાં બે વખત ભાવમાં આંશિક ઘટાડો કરવામાં આવ્યો છે.
સપ્ટેમ્બરે 1 તારીખે પેટ્રોલ અને ડીઝલના ભાવ 15-15 પૈસા ઘટાડવામાં આવ્યા હતા અને ત્યાર બાદ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર કર્યો ન હતો. આજે રાજધાની દિલ્હીમાં પેટ્રોલનો ભાવ પ્રતિ લીટર 101.19 જયારે ડીઝલનો ભાવ 88.62 રૂપિયા જોવા મળી રહ્યો હતો. જ્યારે મુંબઈમાં પેટ્રોલનો ભાવ 107.26 જયારે ડીઝલનો ભાવ 96.19 રૂપિયા જોવા મળી રહ્યો છે. ચેન્નાઈમાં પેટ્રોલનો ભાવ 98.96 અને ડીઝલનો ભાવ 93.26 રૂપિયા છે. ત્યારે કલકત્તામાં પેટ્રોલનો ભાવ 101.62 જયારે ડીઝલનો ભાવ 91.71 જોવા મળી રહ્યો છે.
સૌથી મોંઘુ સૌથી મોંઘુ પેટ્રોલ રાજસ્થાનના ગંગાનગરમાં છે. આ ઉપરાંત રત્નાગીરી,ઔરંગાબાદ,જેસલમેર,ઇન્દોર,જયપુર,લેહ, ગ્વાલિયર, શિવ મોંગા,સહિતના શહેરોમાં પેટ્રોલનો ભાવ 100 રૂપિયા ઉપર જોવા મળી રહ્યો છે.