ભારતના મહારાષ્ટ્ર, રાજસ્થાન, માધ્ય પ્રદેશના 7 શહેરોમાં પેટ્રોલની કિમંત લીટર દીઠ 100 ની ઉપર જોવા મળી રહી છે. દરમિયાન, તેલ કંપનીઓએ આજે મંગળવારે પેટ્રોલ અને ડીઝલના નવા દરો જાહેર કર્યા છે. નવી કિંમત અનુસાર ઈંધણની કિંમતમાં ક્યાંય પણ કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. દિલ્હીમાં પેટ્રોલની કિંમત રૂ.96.72 પ્રતિ લીટર અને ડીઝલની કિંમત રૂ.89.62 પ્રતિ લીટર છે
ભારતના શ્રી ગંગાનગર,મુંબઈ,જયપુર,ચેન્નાઇ,.કોલકાત્તા,ભોપાલ,પટણા માં પેટ્રોલ ના ભાવ 100 રૂપિયા ઉપર જોવા મળી રહ્યા છે. જયારે ભારતમાં સૌથી સસ્તું પેટ્રોલ પોર્ટ બ્લેરમાં વેચવામાં આવી રહ્યું છે.
દેશની આર્થિક રાજધાની મુંબઈમાં એક લિટર પેટ્રોલની કિંમત 106.31 રૂપિયા પ્રતિ લિટર અને ડીઝલની કિંમત 94.27 રૂપિયા છે. જ્યારે ચેન્નાઈમાં એક લીટર પેટ્રોલ 102.63 રૂપિયા અને ડીઝલ 94.24 રૂપિયા પ્રતિ લીટરના ભાવે વેચાઈ રહ્યું છે. આ સિવાય કોલકાતામાં પેટ્રોલ 106.03 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ 92.76 રૂપિયા પ્રતિ લીટર પર ટ્રેડ કરી રહ્યું છે.
નોઈડામાં પેટ્રોલ 24 પૈસા પ્રતિ લીટર 96.76 રૂપિયા અને ડીઝલ 21 પૈસા સસ્તું થઈને 89.93 રૂપિયા પ્રતિ લીટર થયું છે. ગુરુગ્રામમાં ડીઝલ 19 પૈસા મોંઘું થયું છે અને અહીં 90.24 રૂપિયા પ્રતિ લીટર અને પેટ્રોલ 20 પૈસા પ્રતિ લીટર 97.38 રૂપિયાના ભાવે વેચાઈ રહ્યું છે. લખનૌમાં પેટ્રોલ 05 પૈસા સસ્તું થયું છે અને પેટ્રોલ 96.42 રૂપિયા પ્રતિ લિટર અને ડીઝલ 89.62 રૂપિયા પ્રતિ લિટરે ઉપલબ્ધ છે. પટનામાં ડીઝલ 47 પૈસા મોંઘુ થઈને 94.51 રૂપિયા પ્રતિ લીટર અને પેટ્રોલ 50 પૈસા મોંઘુ થયા બાદ 107.74 રૂપિયા પ્રતિ લીટર વેચાઈ રહ્યું છે.