આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલની કિંમતોમાં થોડો ફેરફાર જોવા મળી રહ્યો છે. તેની અસર ઈંધણના ભાવ પર બહુ જોવા મળી નથી. આંતરરાષ્ટ્રીય સ્તરે, WTI ક્રૂડ પ્રતિ બેરલ $0.25 ઘટીને $82.94 થયું. દરમિયાન બ્રેન્ટ ક્રૂડ 0.30 ડોલર ઘટીને 86.51 ડોલર પ્રતિ બેરલ થયું હતું. દેશની ઈંધણ વિતરણ કંપનીઓએ 14 ઓગસ્ટે પેટ્રોલ અને ડીઝલના નવા દરો જાહેર કર્યા છે. જેમાં મહારાષ્ટ્ર, રાજસ્થાનમાં ભાવમાં નજીવો ફેરફાર જોવા મળ્યો છે.
મનીકંટ્રોલ વેબસાઈટના રિપોર્ટ અનુસાર મહારાષ્ટ્રમાં પેટ્રોલ 40 પૈસા અને ડીઝલ 39 પૈસા સસ્તું થયું છે. ઝારખંડમાં તેના દરમાં 26 પૈસાનો વધારો થયો છે. ગુજરાતમાં પણ ઈંધણના ભાવમાં 27 પૈસાનો વધારો કરવામાં આવ્યો છે. રાજસ્થાનમાં પેટ્રોલમાં 12 પૈસા અને ડિઝલમાં 11 પૈસાનો વધારો થયો છે. દેશના ચાર મહાનગરોમાં દિલ્હીમાં પેટ્રોલ 96.72 રૂપિયા અને ડીઝલ 89.62 રૂપિયા પ્રતિ લીટર છે. મુંબઈમાં પેટ્રોલ 106.31 રૂપિયા અને ડીઝલ 94.27 રૂપિયા પ્રતિ લીટર છે. કોલકાતામાં તેનો દર અનુક્રમે રૂ. 106.03 અને રૂ. 92.76 છે. ચેન્નાઈમાં પેટ્રોલ અને ડીઝલ 94.33 રૂપિયાના ભાવે વેચાઈ રહ્યું છે.