નવી દિલ્હી: આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલના ભાવમાં સતત ઘટાડા વચ્ચે ભારતની ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ આજે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર કર્યો નથી. ઈન્ડિયન ઓઈલ, BPCL અને હિન્દુસ્તાન પેટ્રોલિયમે આજે શુક્રવારે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો કર્યો નથી.
આજે સતત 201મો દિવસ છે જ્યારે ભારતમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. આ દરમિયાન આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલની કિંમતમાં ઘટાડો જોવા મળ્યો છે. ક્રૂડ ઓઈલ આજે 80 ડોલર પર આવી ગયું છે. WTI ક્રૂડની કિંમત ઘટીને બેરલ દીઠ $78 થઈ ગઈ છે. બીજી બાજુ, બ્રેન્ટ ક્રૂડમાં મામૂલી ઉછાળો જોવા મળી રહ્યો છે અને આજે તે બેરલ દીઠ $ 85 પર ટ્રેડ કરી રહ્યો છે.
શુક્રવારે દિલ્હીમાં પેટ્રોલની કિંમત 96.72 રૂપિયા પ્રતિ લીટર છે. દિલ્હીમાં ડીઝલ 89.62 રૂપિયા પ્રતિ લીટરના ભાવે વેચાઈ રહ્યું છે. મુંબઈમાં પેટ્રોલ 106.31 રૂપિયા અને ડીઝલ 94.27 રૂપિયા પ્રતિ લીટરના ભાવે ઉપલબ્ધ છે. બીજી તરફ કોલકાતામાં પેટ્રોલની કિંમત 106.03 રૂપિયા અને ડીઝલની કિંમત 92.76 રૂપિયા પ્રતિ લીટર છે. ચેન્નાઈની વાત કરીએ તો ત્યાં પેટ્રોલ 102.63 રૂપિયા અને ડીઝલ 94.24 રૂપિયા પ્રતિ લીટરના ભાવે વેચાઈ રહ્યું છે.
સૌથી મોંઘુ પેટ્રોલ અને ડીઝલ રાજસ્થાનમાં વેચાઈ રહ્યું છે. અહીંના ગંગાનગર અને હનુમાનગઢ જિલ્લામાં પેટ્રોલ અને ડીઝલના ભાવ સૌથી વધુ છે. ગંગાનગરમાં પેટ્રોલની કિંમત 113.48 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ 98.24 રૂપિયા પ્રતિ લીટર છે. હનુમાનગઢ જિલ્લામાં પેટ્રોલ 112.54 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ 97.39 રૂપિયા પ્રતિ લીટરના ભાવે વેચાઈ રહ્યું છે.
પોર્ટ બ્લેરમાં સૌથી સસ્તું પેટ્રોલ અને ડીઝલ વેચાઈ રહ્યું છે. પેટ્રોલની કિંમત 84.10 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલની કિંમત 79.74 રૂપિયા પ્રતિ લીટર છે.