ભારતમાં પેટ્રોલ અને ડીઝલનો ભાવ વધારો લગભગ દરરોજ જોવા મળી રહ્યો છે. સરકારી તેલ કંપનીઓ દ્વારા આજે પણ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. આજે ડીઝલની કિંમત 13 થી 18 પૈસા વધી છે, જ્યારે પેટ્રોલની કિંમત 33 થી 35 પૈસા વધી છે. આ સાથે દિલ્હીમાં પેટ્રોલનો ભાવ પણ 100 રૂપિયાને પાર કરી ગયો છે.
આજે દિલ્હીમાં પેટ્રોલની કિંમત 100.21 રૂપિયા છે જ્યારે ડીઝલની કિંમત પ્રતિ લિટર 89.53 રૂપિયા છે. મુંબઈમાં પેટ્રોલની કિંમત 106.25 રૂપિયા છે અને ડીઝલની કિંમત પ્રતિ લિટર 97.09 છે. જ્યારે કોલકાતામાં ડીઝલની કિંમત 92.50 અને પેટ્રોલની કિંમત 100.23 પાર પહોંચી છે. જ્યારે ચેન્નાઈમાં પેટ્રોલની કિંમત 101.06 અને ડીઝલની કિંમત 94.06 પર જોવા મળી રહી છે.
આ શહેરોમાં પેટ્રોલનો ભાવ 100 રૂપિયાને પાર
રાજસ્થાન, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ, તેલંગાણા, કર્ણાટક, ઓડિશા, જમ્મુ-કાશ્મીર અને લદ્દાખમાં પેટ્રોલનો ભાવ 100 રૂપિયાને પાર કરી ગયો છે. આ ઉપરાંત મેટ્રો મુંબઇ, હૈદરાબાદ અને બેંગલુરુમાં પેટ્રોલ પહેલેથી જ 100 રૂપિયા પ્રતિ લિટરના આંકને પાર કરી ચૂક્યું છે.