પેટ્રોલ-ડીઝલના ભાવમાં ગત એક અઠવાડિયાથી ચાલી રહેલી તેજીનો દૌર મંગળવારે પણ યથાવત રહ્યો. સાઉદી અરામકોના બે પ્લાન્ટ પર ડ્રોન હુમલા થતાં સૌથી વધુ અસર એશિયાઇ બજારોમાં જોવા મળી રહી છે. ભારતીય બજારમાં સતત આઠમા દિવસે પેટ્રોલ-ડીઝલ (Petrol-Diesel Price) ના ભાવમાં તેજી જોવા મળી. મંગળવારે સવારે પેટ્રોલના ભાવ 22 પૈસા પ્રતિ લીટરની તેજી સાથે 74.13 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ 14 પૈસા પ્રતિ લીટરની તેજી સાથે 67.07 રૂપિયાના સ્તર પર પહોંચી ગયો.
આઠ દિવસમાં 2.12 રૂપિયાની તેજી
દિલ્હીમાં મંગળવારે 74.13 રૂપિયાના સ્તર પર પહોંચવાની સાથે જ પેટ્રોલે 10 મહિનાનો રેકોર્ડ તોડી દીધો. આ પહેલાં નવેમ્બર 2018ના રોજ દિલ્હીમાં પેટ્રોલ 74 રૂપિયાના સ્તર પર વેચાઇ રહ્યું હતું. ગત આઠ દિવસમાં પેટ્રોલના ભાવમાં 2 રૂપિયા પ્રતિ લીટરથી વધુ અને ડીઝલમાં 1.54 રૂપિયા પ્રતિ લીટરની તેજી આવી ચૂકી છે. આ પહેલાં પેટ્રોલમાં 29 પૈસા અને ડીઝલમાં 19 પૈસા પ્રતિ લીટરની તેજી આવી હતી.
મંગળવારે સવારે પેટ્રોલના ભાવ વધીને કલકત્તા, મુંબઇ અને ચેન્નઇમાં ક્રમશ: 76.82 રૂપિયા, 79.79 રૂપિયા અને 77.07 રૂપિયાના સ્તર પર પહોંચી ગયો. તો બીજી તરફ ડીઝલનો ભાવ પણ ક્રમશ: 69.49 રૂપિયા, 70.37 રૂપિયા અને 70.92 રૂપિયાના સ્તર પર પહોંચી ગયો. જાણકારોનું કહેવું છે કે આગામી દિવસોમાં ક્રૂડના ભાવમાં તેજી આવવાની સંભાવના છે. તેની અસર સ્થાનિક બજારો પર જોવા મળી રહી છે.
મંગળવારે સવારે બ્રેંટ ક્રૂડ 63.40 ડોલર પ્રતિ બેરલ અને ડબ્લ્યૂટીઆઇ ક્રૂડ 58.42 ડોલર પ્રતિ બેરલના સ્તર પર પહોંચી ગયો. તમને જણાવી દઇએ કે પાંચ જુલાઇના રોજ રજૂ થનાર સામાન્ય બજેટમાં પેટ્રોલ અને ડીઝલ પર એક્સાઇઝ ડ્યૂટી અને સેસ લગાવવામાં આવ્યો હતો. ત્યારબાદ બંનેની કિંમતમાં દોઢથી અઢી રૂપિયા પ્રતિ લીટરની તેજી આવી હતી.