પાકિસ્તાનમાં પેટ્રોલિયમ ઉત્પાદનોની કિંમતોમાં પ્રતિ લીટર 10 રૂપિયાનો વધારો થવાની સંભાવના

ઈસ્લામાબાદ: પાકિસ્તાનમાં તમામ પેટ્રોલિયમ ઉત્પાદનોના ભાવમાં સોમવારથી 8-10 રૂપિયાનો વધારો થવાની ધારણા છે. ‘ડોન’ અખબારના અહેવાલ મુજબ, આંતરરાષ્ટ્રીય તેલની કિંમતોમાં વધારો, વધારાની પેટ્રોલિયમ વસુલાત અને ચલણનું અવમૂલ્યન કિંમતોમાં વધારાનું મુખ્ય કારણ માનવામાં આવે છે. પેટ્રોલ અને હાઈ સ્પીડ ડીઝલના ભાવમાં અનુક્રમે 5.60 રૂપિયા અને 4.50 રૂપિયા પ્રતિ લીટરનો વધારો થવાની સંભાવના છે. એ જ રીતે, કેરોસીન અને લાઇટ ડીઝલ તેલના ભાવમાં અનુક્રમે 4 રૂપિયા અને 3.70 રૂપિયા પ્રતિ લિટરનો વધારો થઈ શકે છે.

ઈમરાન ખાન સરકારે, ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ (આઈએમએફ) સાથેની તેની પ્રતિબદ્ધતા અનુસાર, અગાઉ 15 ફેબ્રુઆરીએ તમામ પેટ્રોલિયમ ઉત્પાદન પર પેટ્રોલિયમ લેવીમાં 4 રૂપિયા પ્રતિ લિટરનો વધારો કર્યો હતો. પેટ્રોલની એક્સ-ડેપો કિંમત હાલમાં 159.86 રૂપિયા પ્રતિ લીટર છે. જો કે, જો સરકાર દર મહિને પેટ્રોલિયમ વસૂલાતમાં 4 રૂપિયા પ્રતિ લીટર વધારો કરવાની પ્રથા ચાલુ રાખે છે, તો પેટ્રોલની એક્સ-ડેપો સેલિંગ પ્રાઈસ પ્રતિ લિટર રૂ. 9.60 વધી શકે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here