નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુરુવારે દેશના વિવિધ ભાગોમાં ચોમાસાની તૈયારી અંગે માહિતગાર થવા અને તીવ્ર ગરમીનો સામનો કરવા માટે એક મહત્વપૂર્ણ બેઠકની અધ્યક્ષતા કરશે, સરકારી સૂત્રોએ જણાવ્યું હતું કે વડાપ્રધાન યુરોપિયન દેશોની ત્રણ દિવસની મુલાકાતથી પરત ફર્યા બાદ દિવસમાં લગભગ સાતથી આઠ બેઠક યોજે છે.સૂત્રોએ જણાવ્યું હતું કે વડાપ્રધાન સ્વદેશ પરત ફર્યા બાદ તરત જ તેમની ઓફિસ જશે.અને ઘણા શહેરોમાં તાપમાન 45 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી ગયું છે.
સમાચાર સંસ્થા પીટીઆઈ ના જણાવ્યા અનુસાર વડાપ્રધાન ગરમી અને ચોમાસાને લગતી બાબતો પર ચર્ચા કરશે. દેશના ઘણા ભાગોમાં પારો ઝડપથી વધી રહ્યો છે અને ઘણા શહેરોમાં તાપમાન 45 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી ગયું છે. જો કે બુધવારે દિલ્હી સહિત દેશના કેટલાક ભાગોમાં કરા અને વરસાદને કારણે લોકોને આકરી ગરમી માંથી થોડી રાહત મળી હતી.