ભોપાલ: મધ્ય પ્રદેશના ગૃહ પ્રધાન નરોત્તમ મિશ્રાએ 15 જૂને કેબિનેટની બેઠક બાદ કહ્યું હતું કે રાજ્યમાં ડાંગર આધારિત ઉદ્યોગો માટેની નીતિ ટૂંક સમયમાં રજૂ કરવામાં આવશે. તેમણે એમ પણ કહ્યું હતું કે રાજ્યમાં ઇથેનોલનું ઉત્પાદન વધારવામાં આવશે.
તેમણે કહ્યું કે મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે આ માટે તમામ વિભાગોને જાણ કરી છે, અને ખેડૂતોને પ્રોત્સાહિત કરવા સૂચનાઓ આપવામાં આવી છે. મહારાષ્ટ્ર, ઉત્તરપ્રદેશ, બિહાર અને અન્ય રાજ્યો પછી હવે મધ્યપ્રદેશે પણ ઇથેનોલનું ઉત્પાદન વધારવા માટેના પ્રયાસો જારી કર્યા છે. રાજ્ય સરકારનું માનવું છે કે ઇથેનોલના ઉત્પાદનને કારણે ખેડૂતોની આવકમાં પણ વધારો થશે.
ફૂડ એન્ડ પબ્લિક ડિસ્ટ્રિબ્યુશન વિભાગ (ડીએફપીડી) ના સચિવ સુધાંશુ પાંડેએ ગઈકાલે પત્રકારોને જણાવ્યું હતું કે 2025 સુધીમાં દેશમાં ઇથેનોલ ક્ષમતા બમણાથી વધુ થઈ જશે અને ભારત 20 ટકા સંમિશ્રિત લક્ષ્ય પ્રાપ્ત કરશે.