બિજનોર, ઉત્તરપ્રદેશ: વન વિભાગે જિલ્લાના ખેડુતોને ચેતવણી આપી છે કે શેરડી ઉપર હાથીઓનો હુમલો થવાની સંભાવના છે. રસદાર શેરડીના શોખીન હાથીઓ માનવ વસ્તીમાં પ્રવેશ કરે છે, જે માનવ-હાથી વચ્ચે સંઘર્ષની પરિસ્થિતિ બનાવે છે. ટાઇમ્સ ઓફ ઈન્ડિયામાં પ્રકાશિત થયેલા સમાચારો અનુસાર, ભૂતકાળમાં, તેના કારણે પાકને મોટા પ્રમાણમાં નુકસાન, ખેડુતો પરના હુમલાઓ અને હાથીઓની હત્યા થઇ ચુકી છે. વનવાસીઓના જણાવ્યા અનુસાર, બિજનોર જિલ્લાના નજીબાબાદ અને બિજનોર વિભાગમાં 205 થી વધુ હાથીઓ છે, જેમાં 100 થી વધુ કૃષિ પટ્ટાને અડીને આવેલા અમનગઢ ટાઇગર રિઝર્વમાં છે.
વનવિભાગે હાથીઓને દરેક પ્રકારના નુકસાનથી બચાવવા માટે તેમના પાક ઉપર ફક્ત બાયો-પેસ્ટિસાઇડ છાંટી દેવા જણાવ્યું છે. બિજનોર વિભાગીય વન અધિકારી (ડીએફઓ) એમ. સેમરાને કહ્યું કે, અમારો સ્ટાફ સતર્ક છે. માનવ-હાથીના સંઘર્ષને રોકવા માટે, ખેડુતોને જંગલોની સરહદવાળા વિસ્તારોમાં એકલા ખેતરોમાં ન જવા અને જાગૃત રહેવા સૂચના આપવામાં આવી રહી છે. નજીબાબાદના ડીએફઓ મનોજકુમાર શુક્લાએ જણાવ્યું હતું કે, અમે ગ્રામજનો માટે જાગૃતિ કાર્યક્રમ યોજવાનું વિચારી રહ્યા છીએ. અમે ખેડૂતોને વિનંતી કરી છે કે જો તેઓ વિસ્તારમાં કોઈ હાથી અથવા દીપડો જોવા મળે તો તાત્કાલિક અધિકારીઓને જાણ કરો.