વહીવટી તંત્રની અપીલ બાદ સુગર મિલોને કોરોના કેર સેન્ટર સ્થાપવા માટે તૈયાર કરવાનું કામ ચાલી રહ્યું છે જે મિલો દ્વારા ગ્રામિણ વિસ્તારોમાં સ્થાપવામાં આવે તેવી સંભાવના છે. રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના વડા શરદ પવારે સહકારી મંત્રી બાળા સાહેબ પાટીલને સુગર મિલોને જરૂરિયાત મુજબ કોરોના કેર સેન્ટર સ્થાપવા વિનંતી કરવા જણાવ્યું છે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર કેટલીક સુગર મિલોએ આસપાસમાં આવા કેન્દ્ર શરૂ કરવાનો ઇરાદો વ્યક્ત કર્યો હતો. કોલાપુર ના જિલ્લા કલેકટર દોલત દેસાઈ એ તાજેતરમાં જણાવ્યું હતું કે જિલ્લાની સુગર મિલોએ ઓછામાં ઓછા ૧૦૦ બેડ વાળા એક અપડેટ ઓક્સિજનયુક્ત કોરોના કેર સેન્ટર શરૂ કરવા પડશે . કોલ્હાપુર જિલ્લામાં કોરોના ને ફેલાવો અટકાવવા અનેક નિવારક પગલાં લેવામાં આવી રહ્યા છે. આરોગ્યપ્રધાન રાજેશ ટોપેએ રવિવારે કરાડમાં સમીક્ષા બેઠક પણ કરી હતી. દરમિયાન જિલ્લાની તમામ સુગર મીલને 100 બેડની ઓક્સિજન સગવડતા સાથે કોરોના કેર સેન્ટર શરૂ કરવા અનુરોધ કરાયો હતો