વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પેરિસ ઓલિમ્પિક 2024માં 10 મીટર એર પિસ્તોલ મિક્સ્ડ ટીમ ઈવેન્ટમાં બ્રોન્ઝ મેડલ જીતવા બદલ ભારતીય શૂટર્સ મનુ ભાકર અને સરબજોત સિંહને અભિનંદન પાઠવ્યા છે.
વડાપ્રધાને એક્સ પરની તેમની પોસ્ટમાં કહ્યું-
“અમારા શૂટરોએ અમને ગૌરવ અપાવવાનું ચાલુ રાખ્યું છે. મનુ ભાકર અને સરબજોત સિંહને ઓલિમ્પિકમાં 10 મીટર એર પિસ્તોલ મિશ્રિત ટીમ ઈવેન્ટમાં બ્રોન્ઝ મેડલ જીતવા બદલ અભિનંદન. બંનેએ શાનદાર કૌશલ્ય અને ટીમ ભાવના દર્શાવી હતી. ભારત ખુબ ખુશ છે.
મનુનો આ સતત બીજો ઓલિમ્પિક મેડલ છે, જે તેની સતત શ્રેષ્ઠતા અને સમર્પણને દર્શાવે છે. #Cheer4Bharat”