પંજાબ સરકારની અનોખી પહેલ: ઉચ્ચ ક્વોલિટીના શેરડીના બીજ ખેડૂતોને ફ્રિમાં આપ્યા

પંજાબ સરકારે શેરડીના ખેડૂતો માટે એક સરસ નિર્ણય કર્યો છે.પંજાબના સહકારિતા મંત્રી સુખજીન્દર રંધાવાએ એવું જણાવ્યું છે કે રાજ્યની સહકારી સુગર મિલો શેરડીના ઉત્પાદક ખેડૂતોને મફતમાં ઉંચો ક્વોલિટીના બીજ ઉપલબ્ધ કરાવશે .

બટાલા સહકારી સુગર મિલમાં વિડીયો કોન્ફરસના માધ્યમથી શેરડીના ખેડૂતોને સારામાંસારી ક્વોલિટી અને સરસ ઉપજ જાતના બિયારણના વિતરણ સમારોહમાં રંધાવાને જણાવ્યું હતું કે કૃષિ અને ખેડૂતો પર કોરોનાના પ્રભાવથી આર્થિક નુકશાનને ઓછું કરવા અને તેઓને શેરડીની સુવિધા આપવા માટે પંજાબની સહકારી ખાંડ મિલોએ સારી ગુણવત્તા સભર શેરડીના બીજ તૈયાર કર્યા છે.આ બીજ આજથી શેરડીના ખેડૂતોને આપવાનું શરુ કરવામાં આવ્યું હતું અને ખેડૂતોને મુફ્તમાં આપવામાં આવ્યા હતા.

સુગરફેડના ચેરમેન અમરિક સિંહ અલીવાલે જણાવ્યું હતું કે સહકારી સુગર મિલોને શેરડીના ખેડૂતોની સમસ્યા ઓનલાઇન અથવા મોબાઈલ ફોન પર જ ઉકેલવા જણાવ્યું છે જેથી ખેડૂતોને ઓછી પરેશાનીની સામનો કરવો પડે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here