પંજાબ પોતાની ખાંડ હિમાચલ પ્રદેશને વેંચવા કરી ઓફર

કોંગ્રેસ શાષિત પંજાબ રાજ્ય ભાજપ શાષિત રાજ્ય હિમાચલ પ્રદેશને વેંચશે . પંજાબ સરકારે હિમાચલ પ્રદેશ સરકારને રાજ્યની સહકારી ખાંડ મિલોમાંથી ઉત્પાદિત ખાંડની સપ્લાય કરવાની ઓફર કરી છે.

ચંડીગઢમાં હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી જય રામ ઠાકુર સાથેની મુલાકાત દરમિયાન પંજાબ રાજ્યના સહકાર પ્રધાન સુખજિંદરસિંઘ રંધાવાએ આ ઓફર કરી હતી. આ દરખાસ્ત પર સકારાત્મક હોવાને કારણે ઠાકુરે સચિવ,ખાદ્ય અને નાગરિક પુરવઠાને પ્રસ્તાવ પર કામ કરવા જણાવ્યું હતું. તેમણે પંજાબના પ્રધાનને આ ખાતા પરના નાણાકીય પાસાઓનો ઉલ્લેખ કરીને એક વ્યાપક દરખાસ્ત રજૂ કરવા સૂચન કર્યું અને કહ્યું કે હિમાચલ પ્રદેશની સરકાર આ પ્રસ્તાવ પર સક્રિયપણે વિચારણા કરશે.

બેઠક દરમિયાન અન્ય ઘણા વરિષ્ઠ અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here