દેશભરમાં લગભગ દરેક રાજ્યોમાં ભારે વરસાદને કારણે ભારે નુકશાન થયું છે ત્યારે હજુ પણ વરસાદે બિહારમાં કહેર ચાલુ રાખ્યો છે.અહીં રાજ્યના જુદા જુદા વિસ્તારોમાં અવિરત વરસાદ અને પૂરને કારણે મૃત્યુ પામેલા લોકોની સંખ્યા 29 થઈ ગઈ છે, એમ અધિકારીઓએ સોમવારે જણાવ્યું હતું.
બિહાર સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીના જણાવ્યા અનુસાર રાજ્યમાં વરસાદને લગતી ઘટનાઓને કારણે અત્યાર સુધીમાં બિહારમાં 29 લોકોનાં મોત નીપજ્યાં છે.
રાજ્ય સરકારે પૂરથી અસરગ્રસ્ત વિસ્તારોમાં બચાવ અને રાહત કામગીરી માટે બે હેલિકોપ્ટર માટે ભારતીય વાયુસેના (આઈએએફ) ને વિનંતી કરી છે.
રાજ્ય દ્વારા ડીવાટરિંગ મશીનો પણ માંગવામાં આવ્યા છે.
મુખ્યમંત્રી નીતીશ કુમારે રવિવારે બપોરે રાજ્યની રાજધાનીના પૂરથી ભરાયેલા વિસ્તારોની મુલાકાત લીધી હતી અને મુદ્દાના નિરાકરણ માટે અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપી હતી.
મુખ્યમંત્રીએ પત્રકારોને કહ્યું, “ગઈકાલથી કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડી રહ્યો છે અને ગંગા નદીમાં પાણી સતત વધી રહ્યું છે. પરંતુ ત્યાં યોગ્ય વ્યવસ્થા છે અને વહીવટી ટીમ સ્થળ પર છે અને લોકોને મદદ માટે તમામ પ્રયાસો કરી રહ્યો છે. ”
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર પટનામાં વાવાઝોડા સાથે આગામી કેટલાક દિવસોમાં વધુ વરસાદ પડશે.