દેશભરમાં લોકડાઉન ચાલી રહ્યું છે અને તેને કારણે ખંડના વેંચાણ પર ભારે અસર પહોંચી છે.ખાંડના ઓછા વેંચાણને કારણે સુગર મિલોની આર્થિક સ્થિતિ પણ બગડી ગઈ છે.અને તેને કારણે શેરડી પેટેના નાણાં ચુકવવામાં પણ મિલો સફળ થઇ શકી નથી. દેશના બે મોટા શેરડી અને ખાંડ ઉત્પાદક રાજ્યો ઉત્તર પ્રદેશ અને મહારાષ્ટ્રમાં સુગર મિલોને શેરડી પેટે ખેડૂતોના નાણાં ચૂકવવાના બાકી છે.
કોરોનાવાઇરસની મહામારીને કારણે સુગર મિલોની કામગીરી માર્ચ અને એપ્રિલમાં લગભગ બંધ જેવી રહી છે. ઇન્ડિયન સુગર મિલ્સ એસોસિયેશનના જણાવ્યા અનુસાર આ સમયમાં ખાંડના વેંચાણમાં 10 લાખ ટનનો ઘટાડો નોંધાયો છે.
ધ ટાઈમ્સ ઓફ ઇન્ડિયામાં પ્રકાશિત એક ખબર અનુસાર મહારાષ્ટ્રમાં શેરડીના ખેડૂતોનું નેતૃત્વ કરી રહેલા સ્વાભિમાની શેતકરી સંગઠનના નેતા રજુ શેટ્ટીએ જણાવ્યું છે કે લોકડાઉન બાદ તેઓ અધિકારીઓ અને મંત્રીઓ સાથે જલ્દીથી શેરડી પેટેના નાણાં ચૂકવી દેવા અંગે વાતચીત કરશે.