રાજુ શેટ્ટીને શુગર મિલ તરફ જતા રોકી લેવાયા;ખેડૂતોના રેસ્ટ હાઉસની બહાર ધરણા પ્રદર્શન

સતારા: સ્વાભિમાની શેતકરી સંસ્થાના વડા અને પૂર્વ સંસદ રાજુ શેટ્ટી ને સહયાદ્રી સહકારી મિલ તરફ જતા પોલીસે રોકી લીધા હતા. પોલીસે તેમને રોકી લેતા કરાડ વિશ્રાંતિ ગૃહની બહાર ખેડૂતો દ્વારા દેખાવ કરવામાં આવ્યા હતા. રાજુ શેટ્ટી દ્વારા સહયાદ્રી શુગર મિલ દ્વારા ખેડૂતોના બાકી નાણાં ન ચુકવતા મિલની સામે અનિશ્ચિત સમય માટે ધરણા કરવાની વાત કરી હતી. ગુરુવારે તેમના કાર્યકર્તાઓએ મિલ તરફ જવાનો પ્રયાસ કર્યો હતો પણ પોલીસે રાજુ શેટ્ટીને પૂણે-બેંગલુરુ રાજમાર્ગ પર પોલીસે અટકાવી દીધા હતા. અને તેમને રેસ્ટ હાઉસમાં લઇ જવામાં આવ્યા હતા જ્યાં તેમની સંસ્થાની માંગણીઓ પર ચર્ચા કરવામાં આવી હતી. ખેડૂત સંગઠનના સભ્યો દ્વારા રેસ્ટ હાઉસની બહાર વિરોધ પ્રદર્શન કરવાંમાં આવ્યા હતા

મહારાષ્ટ્રમાં શુગર મિલોએ ખેડૂતો પાસેથી 828.27 લાખ ટન શેરડીની ખરીદી કરી છે, અને રેમ્યુનરેટિવ પ્રાઇસ (એફઆરપી) ના આધારે 18,221.50 કરોડ ચૂકવવાના થાય છે. તેમ છતાં, અત્યાર સુધીમાં 15,850.62 કરોડ રૂપિયાની ચુકવણી થઇ છે અને લગભગ 2,385.06 કરોડની ચુકવણી હજુ બાકી છે. આ સિઝનમાં 187 મિલમાંથી 97 મિલો દ્વારા એફપીઆરપીની ચુકવણી માટે ખેડૂતો સાથે સમજૂતી થઇ છે.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here